અપડેટ@દેશ: બસ અચાનક ખાઈમાં પડી જતાં 25 લોકોનાં મોત અને 12થી વધુ ઘાયલ થયા
ઘણા મુસાફરો પાણીમાં તણાયા
Apr 30, 2024, 09:58 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર કેટલાક ભયાનક બનાવો સામે આવતા હોય છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ભયાનક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. સાઉથ અમેરિકાના પેરુમાં સોમવારે એક બસ ખાઈમાં પડી જતાં 25 લોકોનાં મોત થયા છે. આ અકસ્માતમાં 12થી વધુ લોકો ઘાયલ થયા છે. બસમાં 50 થી વધુ લોકો સવાર હતા. આ ઘટના ઉત્તર પેરુમાં બની હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બસ લગભગ 200 મીટર ઊંડી ખીણમાં પડી હતી. નીચે નદી હતી. ઘણા મુસાફરો પાણીમાં તણાયા અને તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.
બચાવકર્મીઓ અને ફાયર ફાઈટર ઘટનાસ્થળે હાજર છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક પ્રશાસને આ વિસ્તારમાં 48 કલાકના શોકની જાહેરાત કરી છે. અધિકારીઓ અકસ્માતના કારણની તપાસ કરી રહ્યા છે.