અપડેટ@દેશ: તુર્કીમાં નાઈટ ક્લબમાં આગ લાગતા 29 લોકોના મોત અને 8 ગંભીર

16 માળની ઇમારતના ભોંયરામાં નાઇટ ક્લબ હતી
 
અપડેટ@દેશ: તુર્કીમાં નાઈટ ક્લબમાં આગ લાગતા  29 લોકોના મોત અને 8 ગંભીર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર ભયાનક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. દેશમાં કેટલીક આગ લાગવાની ઘટાનાઓ સામે આવતી હોય છે. આ બધી ભયાનક દુર્ઘટનાઓમાં લાખો લોકો મોતને ભેટતા હોય છે. તુર્કીમાં મંગળવારે એક નાઈટ ક્લબમાં આગ લાગી હતી. તુર્કીની ન્યૂઝ એજન્સી એન્ડેલો અનુસાર, અત્યાર સુધીમાં 29 લોકોના મોત થયા છે. ઘણા લોકો ગંભીર છે.

અકસ્માત સમયે આ નાઇટ ક્લબ બંધ હતું અને રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. માર્યા ગયેલા લોકોમાં મોટાભાગના મજૂરો હતા. 8 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મીડિયા અનુસાર, ઈસ્તાંબુલના એક પોશ રહેણાંક વિસ્તારમાં 16 માળની ઈમારત છે. તેના ભોંયરામાં આ નાઇટ ક્લબ હતી. અહીં ગવર્નર દાવુત ગુલે મીડિયાને કહ્યું- આ અકસ્માત અને ષડયંત્ર બંને હોઈ શકે છે. પોલીસ તમામ એંગલથી તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ક્લબ મેનેજર અને રિનોવેશન ટીમના લોકોનો સમાવેશ થાય છે.

કેટલાક અહેવાલો કહે છે કે આગ ભોંયરામાં ઉપરના ફ્લોર સુધી પહોંચી અને ત્યાં રહેતા કેટલાક લોકોના મોત પણ થયા છે. આગને કાબુમાં લેવામાં આવી છે. મેડિકલ અને પોલીસની ટીમો પણ ઘટનાસ્થળે હાજર છે.