અપડેટ@દેશ: અમેરિકામાં ભયાનક રોડ અકસ્માતની ઘટનામાં 3 ગુજરાતી મહિલાઓના મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. અમેરિકામાં માર્ગ અકસ્માતની ઘટનામાં 3 ગુજરાતી મહિલાઓના મોત થયાની માહિતી સામે આવી રહી છે. જ્યારે અન્ય એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. ત્રણેય મૃતક મહિલાઓ આણંદ જિલ્લાની વતની છે. વિગતો મુજબ, મહિલાઓ કારમાં જઈ રહી હતી ત્યારે તેમની કાર ઓવરપાસ સાથે અથડાઈને ચાર લેન કૂદી ઝાડ સાથે અથડાઈ હતી.
અમેરિકાના જ્યોર્જિયા ખાતે રહેતા કાવિઠા ગામના રેખાબેન દિલીપભાઈ પટેલ, સંગીતાબેન ભાવનેશભાઈ પટેલ અને મનીષાબેન રાજેન્દ્રભાઈ પટેલ સહિત આ ચાર મહિલાઓ એટલાન્ટાથી ગ્રીન વિલા, સાઉથ કેરોલિનામાં જઈ રહી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર ઓવરપાસ સાથે અથડાઈ હતી. ટ્રાફિકની ચાર લેન વટાવીને તે ઝાડીમાં 20 ફૂટ ઊંચા ઝાડ સાથે અથડાઈ હતી.
SUV એકથી વધુ જગ્યાએ અથડાયા બાદ કારના ટુકડા થઈ ગયા હતા અને ત્રણ મહિલાઓનાં મોત થયા હતા જ્યારે એકની હાલત ગંભીર હતી. આ બનાવની જાણ કાવીઠા અને વાસણા બોરસદ પહોચતાં સ્વજનોમાં શોકની લાગણી ફેલાઇ હતી.
અમેરિકાના સાઉથ કેરોલીનામાં ગ્રીનવિલેમાં અકસ્માત સર્જાયો હતો. જેમાં મૂળ આણંદ જિલ્લાની રહેવાસી 3 મહિલાઓ રેખાબેન પટેલ, સંગીતાબેન પટેલ, અને મનીષાબેન પટેલનાં મોત થયા હતા. મૃતકોમાં બે મહિલાઓ આણંદના વાસણા ગામની જ્યારે એક મહિલા કાવીઠા ગામની વતની છે. જ્યારે કારમાં સવાર અન્ય એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, મહિલાઓ કારમાં સવાર થઈને એટલાન્ટાથી ગ્રીનવિલે સાઉથ કેરોલીના જઈ રહી હતી. આ દરમિયાન જ તેમની કારને અકસ્માત નડ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ કાર ઓવરસ્પીડમાં હોવાથી અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. તો મહિલાઓનાં મોતથી તેમના વતનમાં પણ શોકની લાગણી ફેરાઈ ગઈ છે.
સ્થાનિક પોલીસ મુજબ અકસ્માત એટલો ભયાનક હતો કે કાર 20 ફૂટ સુધી હવામાં ઉછળી હતી અને બ્રિજની બીજી બાજુ આવેલા ઝાડ સાથે અથડાઈ હતી. કારમાં સ્પીડ કેટલી હતી તેને લઈને પોલીસ હાલમાં તપાસ કરી રહી છે.ગ્રીનવિલે કાઉન્ટી કોરોનર ઑફિસના અહેવાલ પ્રમાણે, SUV, I-85 ઉત્તર તરફ યાત્રા કરતી વખતે અચાનક નિયંત્રણ ગુમાવ્યું અને ડિવાઇડર પર ચઢી ગઈ, ત્યાર બાદ કાર પુલની વિપરીત દિશામાં ઝાડ સાથે અથડાઈ. ઝાડ સાથે અથડાતા પહેલાં તે 20 ફૂટ હવામાં ઊડી હતી. કારની હાલત જોઈને લાગે છે કે આ અકસ્માત ખૂબ જ ભયાનક રહ્યો હશે.
ઘટનાસ્થળ પર હાજર ઉપર કોરોનર માઇક એલિસે જણાવ્યું, આ સ્પષ્ટ છે કે તેઓ કાર ઓવર સ્પીડમાં ચલાવી રહ્યા હતા. તેમણે એવું પણ સ્પષ્ટ કર્યું છે કે કોઈ અન્ય કાર આ અકસ્માતમાં સામેલ હતી નહીં. કાર અનેક ટુકડામાં વિખરાયેલી હતી.
એલિસે કહ્યું, અકસ્માતમાં ઘણાં ઓછા એવા વાહનો જોવા મળ્યા હશે જે આટલી સ્પીડથી રસ્તાઓ ઓળંગે છે કે 4-6 લેનના ટ્રાફિકને પાર કરી જાય છે અને લગભગ 20 ફૂટ સુધી ઉછળીને ઝાડ સાથે અથડાય છે.
સાઉથ કેરોલિના હાઇવે પેટ્રોલ, ગેન્ટ ફાયર એન્ડ રેસ્ક્યુ અને ગ્રીનવિલે કાઉન્ટી ઇએમએસ સહિત ઇમરજન્સી રિસ્પોન્સ ક્રૂ ઘટના સ્થળે પહોંચ્યા. અકસ્માતમાં બચી ગયેલી એકમાત્ર વ્યક્તિ ઘાયલ થઇ હોવાનું અનુમાન છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, પરંતુ તેની સ્થિતિ વિશે કોઈ માહિતી નથી. વાહનના ડિટેક્શન સિસ્ટમે થોડા પરિવારના સભ્યોને દુર્ઘટના અંગે સાવધાન કર્યા, જેમણે ત્યારબાદ દક્ષિણ કેરોલિનામાં સ્થાનિક અધિકારીઓને જાણ કરી હતી.