અપડેટ@દેશ: છત્તીસગઢમાં અથડામણમાં 3 નક્સલી માર્યા ગયા, જાણો વધુ વિગતે

બીજાપુરના SP જિતેન્દ્ર યાદવે એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે. આ ઘટના મદ્દેડ વિસ્તારના બંદેપારા વિસ્તારમાં બની હતી.
 
અપડેટ@દેશ: છત્તીસગઢમાં અથડામણ, 3 નક્સલી માર્યા ગયા, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં હુમાલની અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં 3 નક્સલવાદીઓ માર્યા ગયાના સમાચાર છે.

ઘટનાસ્થળેથી ઓટોમેટિક હથિયારો મળી આવ્યા છે. હજુ પણ ફાયરિંગ ચાલુ છે. બીજાપુરના SP જિતેન્દ્ર યાદવે એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે. આ ઘટના મદ્દેડ વિસ્તારના બંદેપારા વિસ્તારમાં બની હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે નેશનલ પાર્ક એરિયા કમિટીના માઓવાદીઓને રવિવારે સવારથી જ જવાનોએ ઘેરી લીધા હતા. માર્યા ગયેલા કેટલાક નક્સલવાદીઓ DVCM કેડરના છે. છત્તીસગઢમાં આ કેડરના નક્સલવાદીઓ પર 8 લાખ રૂપિયાનું ઈનામ છે.