અપડેટ@દેશ: હિન્દુસ્તાન કોપર લિમિટેડની કોલિહાન ખાણમાં ફસાયેલા 15 લોકોમાંથી 3ને બચાવી લેવાયા

લિફ્ટનું દોરડું તૂટી ગયું હતું
 
અપડેટ@દેશ: હિન્દુસ્તાન કોપર લિમિટેડની કોલિહાન ખાણમાં ફસાયેલા 15 લોકોમાંથી 3ને બચાવી લેવાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે.  રાજસ્થાનમાં હિન્દુસ્તાન કોપર લિમિટેડની કોલિહાન ખાણમાં ફસાયેલા 15 લોકોમાંથી 3ને બચાવી લેવાયા છે. તે જ સમયે, 12 લોકોનો બચાવ પણ ટૂંક સમયમાં થવાની સંભાવના છે.

મંગળવારે સાંજે થયેલા અકસ્માતમાં 15 અધિકારીઓ ફસાયા હતા. નીમકથાણા જિલ્લાની આ ખાણમાં લિફ્ટની સાંકળ 1875 ફૂટની ઉંડાઈએ તૂટી ગઈ હતી. અંદર ફસાયેલા લોકો માટે રાત્રે દવાઓ અને ફૂડ પેકેટ મોકલવામાં આવ્યા હતા. સાથે જ એમ્બ્યુલન્સ અને ડોક્ટરોની ટીમને પણ રાતથી એલર્ટ મોડ પર રાખવામાં આવી હતી.

નીમકથાણા જિલ્લામાં હિન્દુસ્તાન કોપર લિમિટેડની કોલિહાન ખાણમાં 14 મેની રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. ખાણમાં લિફ્ટની ચેઈન તૂટી ગઈ. કોલકાતાની વિજિલન્સ ટીમ અને ખેત્રી કોપર કોર્પોરેશન (KCC)ના વરિષ્ઠ અધિકારીઓ લિફ્ટમાં ફસાયા છે. રેપિડ રિસ્પોન્સ ટીમના ઈન્ચાર્જ મહેન્દ્ર સિંહે કહ્યું- ખાણની અંદર જવા માટે લિફ્ટનું દોરડું તૂટી ગયું હતું. વહીવટી અધિકારીઓને જાણ કરવામાં આવી છે. દરેક લોકો સ્થળ પર પહોંચી રહ્યા છે. ટૂંક સમયમાં જ તમામ રાહત અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.