અપડેટ@દેશ: અફઘાનિસ્તાનમાં ભારે વરસાદ- હિમ વર્ષાને કારણે ૩૯ લોકોના મોત નીપજ્યા, 30થી વધુ ઘાયલ થયા

30થી વધુ ઘાયલ થયા
 
અપડેટ@દેશ: અફઘાનિસ્તાનમાં ભારે વરસાદ અને હિમ વર્ષાને લીધે  ૩૯ લોકોના મોત નીપજ્યા, 30થી વધુ ઘાયલ થયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. અફઘાનિસ્તાનના વિવિધ પ્રાંતમાં ભારે વરસાદ અને હિમ વર્ષાનો કહેર જોવા મળ્યો છે. ભારે વરસાદ અને હિમ વર્ષાને કારણે 39 લોકોના મોત થયા છે જ્યારે 30થી વધુ ઘાયલ થયા છે. જણાવ્યુ કે અફઘાનિસ્તાન ભારે વરસાદ અને હિમ વર્ષા સામે ઝઝુમી રહ્યો છે. તાજેતરમાં થયેલી ભારે હિમ વર્ષાએ કેટલાક પ્રાંત અને જિલ્લાના કેટલાક માર્ગોને પ્રભાવિત કર્યા છે.

સ્થાનિક રહેવાસી અબ્દુલ કાદિરે જણાવ્યુ કે ભારે વરસાદ અને બરફ વર્ષાએ તેમના જીવનને પુરી રીતે પ્રભાવિત કર્યો છે, જેનાથી તેમણે ઘણુ નુકસાન થયું છે અને જાનવર પણ માર્યા ગયા છે. એક અન્ય રહેવાસી અમાનુલ્લાહે સરકારી સહાયતા પર ભાર મુક્યો હતો અને તેમણે કહ્યું કે પ્રભાવિત લોકો સુધી જલ્દી મદદ પહોંચાડવામાં આવે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રાલયના પ્રવક્તા જનાન સાયેકે જણાવ્યું હતું કે હિમવર્ષાને કારણે હજારો પશુધનના પણ મોત થયા છે.પ્રવક્તાએ કહ્યું કે, “તાજેતરની હિમવર્ષા અને વરસાદને કારણે 637 રહેણાંક મકાનો સંપૂર્ણપણે અથવા આંશિક રીતે નાશ પામ્યા છે અને 14,000 પ્રાણીઓ માર્યા ગયા છે.”