અપડેટ@દેશ: યમનમાં અદનના દરિયાકાંઠે મુસાફરો ભરેલી બોટ ડૂબી જતા 49ના મોત, 140 લોકો ગુમ

બોટમાં 260 લોકો સવાર હતા
 
અપડેટ@દેશ: યમનમાં અદનના દરિયાકાંઠે મુસાફરો ભરેલી બોટ ડૂબી જતા 49ના મોત, 140 લોકો ગુમ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર કેટલીક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં હૃદય  કંપાવી ઉઠે એવી દુર્ઘટના સામે આવી છે.  યમનમાં અદનના દરિયાકાંઠે મુસાફરો  ભરેલી એક બોટ ડૂબી  ગઈ. જેમાં 49 લોકોના મોત થયા હતા અને 140થી વધુ લોકો ગુમ થયા હતા. ન્યૂઝ એજન્સી APના જણાવ્યા અનુસાર, બોટમાં 260 લોકો સવાર હતા, જેમાંથી મોટાભાગના ઇથોપિયા અને સોમાલિયાના હતા.

આ શરણાર્થીઓ પૂર્વ આફ્રિકાથી યમન જઈ રહ્યા હતા. આ લોકો યમનથી લગભગ 600 કિલોમીટર દૂર આવેલા પૂર્વ આફ્રિકાના સોમાલિયાથી સ્થાનિક સમય અનુસાર સવારે 3 વાગ્યે રવાના થયા હતા. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (IOM) એ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 71 લોકોને બચાવી લેવાયા હતા. જેમાંથી 8 લોકોની હાલત ગંભીર છે.

IOMએ 31 મહિલાઓ અને 6 બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. IOM અધિકારીઓને ડર છે કે મૃત્યુઆંક વધી શકે છે. હાલ બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. IOMના અધિકારીઓએ જણાવ્યું હતું કે બોટમાં 115 સોમાલી અને 145 ઇથોપિયન નાગરિકો હતા. તેમણે કહ્યું કે IOM ટીમે મર્યાદિત સંસાધનોની મદદથી બચાવ કાર્ય કરવું પડશે.

સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના જણાવ્યા અનુસાર, બોટ રવિવારે સોમાલિયાના બોસાસોથી રવાના થઈ હતી. તેમણે કહ્યું કે દર વર્ષે હજારો આફ્રિકન માઇગ્રન્ટ્સ સાઉદી અરેબિયા પહોંચવા માટે પૂર્વીય માર્ગ દ્વારા યમનથી લાલ સમુદ્ર પાર કરવાનો પ્રયાસ કરે છે.