અપડેટ@દેશ: તેલંગાણાની ફેક્ટરીમાં રિએક્ટરમાં વિસ્ફોટ થતા 5 લોકોના મોત નીપજ્યા

10 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
 
અપડેટ@દેશ: તેલંગાણાની ફેક્ટરીમાં રિએક્ટરમાં વિસ્ફોટ થતા  5 લોકોના મોત નીપજ્યા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર ભયાનક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. આ દુર્ઘટનાઓમાં લાખો લોકો મોતને ભેટતા હોય છે.  તેલંગાણાના સાંગારેડ્ડી જિલ્લામાં એક કેમિકલ ફેક્ટરીમાં રિએક્ટરમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે. જ્યારે 10 અન્ય ઘાયલ થયા હતા. આ ઘટના બુધવારે સાંજે 5 વાગ્યે બની હતી.

અધિકારીઓએ મીડિયાને જણાવ્યું કે અન્ય ઘણા લોકો હજુ પણ ફસાયેલા છે. મૃત્યુઆંક વધી શકે છે. સ્થાનિક લોકો અને મીડિયાના જણાવ્યા અનુસાર વિસ્ફોટ સમયે ઈમારતમાં 50 લોકો હતા. જે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો તેનું નામ એસબી ઓર્ગેનિક્સ લિમિટેડ છે. જે સાંગારેડ્ડી જિલ્લાના ચંદુર ગામમાં છે. વિસ્ફોટ બાદ ફેક્ટરીમાંથી કાળો ધુમાડો નીકળવા લાગ્યો હતો. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સને સ્થળ પર બોલાવવામાં આવી હતી.

10થી વધુ ઘાયલોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આમાંથી માત્ર કેટલીક સ્થિતિ ગંભીર છે. તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટ પર શોક વ્યક્ત કર્યો છે. તેણે X પરની પોસ્ટમાં કહ્યું કે એસબી ઓર્ગેનિક્સના રિએક્ટરમાં વિસ્ફોટની ઘટનામાં ઘણા લોકોના મોત આઘાતજનક છે.મેં ઘાયલોને સારી સારવાર માટે સૂચના આપી છે. અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના.