અપડેટ@દેશ: 50 લાખની લાંચના કેસમાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કેબી સિંહ અને વડોદરાના ડાયરેક્ટર સુરેન્દ્ર કુમાર સહિત 5 લોકોની ધરપકડ

CBI દ્વારા કાર્યવાહી કરાઇ છે. 
 
અપડેટ@દેશ: 50 લાખની લાંચના કેસમાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કેબી સિંહ અને વડોદરાના ડાયરેક્ટર સુરેન્દ્ર કુમાર સહિત 5 લોકોની ધરપકડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

50 લાખ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં ગેઇલ (ઇન્ડિયા) લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કેબી સિંહ સહિત 5 લોકોની ધરપકડ કરી છે. કેબી સિંહ પર આરોપ છે કે તેમણે ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટ્સમાં કેટલાક કોન્ટ્રાક્ટરોની તરફેણ કરવા માટે 50 લાખ રૂપિયાની લાંચ લીધી હતી. આમાં વડોદરાની ખાનગી કંપનીના ડાયરેક્ટરનો પણ સમાવેશ હોવાનું સામે આવ્યું છે.

આ મામલામાં સીબીઆઈની ટીમ દિલ્હી, નોઈડા અને વિશાખાપટ્ટનમમાં ઘણી જગ્યાએ દરોડા પાડી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઈની ટીમે સોમવારે રાત્રે નોઈડાના સેક્ટર 72માં કેબી સિંહના ઘરે સૌથી પહેલા દરોડા પાડ્યા હતા. આ દરમિયાન સીબીઆઈએ તેના મોબાઈલ, ગેજેટ્સ અને બેંક એકાઉન્ટની સર્ચ કરી હતી.

એડવાન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડાયરેક્ટર સુરેન્દ્ર કુમારની પણ ધરપકડ કરવામાં આવી છે

ગેઇલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કેબી સિંઘ ઉપરાંત સીબીઆઈ દ્વારા જે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં એડવાન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વડોદરાના ડાયરેક્ટર સુરેન્દ્ર કુમારનો સમાવેશ થાય છે. સુરેન્દ્ર કુમાર પર બે ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટરોને મદદ કરવા માટે લાંચ લેવાનો આરોપ છે. સીબીઆઈએ લાંચ કેસમાં દિલ્હી સહિત અનેક જગ્યાએ દરોડા પાડ્યા છે.

કેબી સિંહના ઘરે હજુ પણ દરોડા ચાલુ છે

ગેઇલ (ઇન્ડિયા) લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કેબી સિંઘના નોઇડા સેક્ટર 72ના આવાસ પર હજુ પણ દરોડા ચાલુ છે. અત્યાર સુધીની માહિતી મુજબ CBI દ્વારા ભ્રષ્ટાચારની ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. સીબીઆઈની ટીમ સિંઘના મોબાઈલ, ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અને બેંક એકાઉન્ટને સ્કેન કરી રહી છે. આ મામલામાં સીબીઆઈની ટીમ સતત દરોડા પાડી રહી છે.

વડોદરાની ખાનગી કંપનીના ડાયરેક્ટરનો પણ સમાવેશ

વડોદરાની એડવાન્સ ઇન્ફાસ્ટ્રક્ચર કમ્પનીના ડાયરેક્ટર સુરેન્દ્ર કુમારની પણ ધરપકડ કરાઇ છે. ગેલ ઇન્ડિયા કંપનીના બે જુદા જુદા પાઇપ લાઇન પ્રોજેક્ટમાં લાભ આપવા અપાવવાના આક્ષેપ બાદ CBI દ્વારા કાર્યવાહી કરાઇ છે. શ્રીકાકુલમથી અંગુલ અને વિજયપુરથી ઓરેયયામાં ગેસ પાઇપ લાઇન પ્રોજેકટ લાઇન માં નિયમ વિરુદ્ધ લાભ આપવા અપાવવા મામલે કાર્યવાહી કરાઇ છે.