અપડેટ@દેશ: સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશનમાં 5 આતંકવાદીઓને ઠાર કર્યા

સર્ચ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી
 
અપડેટ@દેશ: સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશનમાં 5 આતંકવાદીઓને ઠાર કર્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં સેના દ્વ્રારા કેટલાક આતંકવાદીઓનો ઠાર કરવામાં આવતો હોય છે. ફરી એકવાર આતંકવાદીઓનો ઠાર કરવામાં આવ્યાં છે. જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના કદ્દેર વિસ્તારમાં સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશનમાં 5 આતંકવાદીઓને ઠાર કર્યા છે. જો કે હજુ સુધી આતંકીઓના મૃતદેહ મળ્યા નથી. અથડામણમાં બે જવાન પણ ઘાયલ થયા છે.

આજે સેના અને પોલીસને આ વિસ્તારમાં 5 આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી હતી.

બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુ-કાશ્મીરની સુરક્ષા વ્યવસ્થા અંગે દિલ્હીમાં બેઠક યોજી શકે છે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી બાદ આ પ્રથમ બેઠક હશે. જેમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, આર્મી, અર્ધલશ્કરી દળો, જમ્મુ-કાશ્મીર પ્રશાસન, ગુપ્તચર એજન્સીઓ અને ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ ભાગ લેશે.