અપડેટ@ઉત્તરાખંડ: ચમોલીમાં ગ્લેશિયર તૂટતાં 57 મજૂર ફસાયા, જાણો સમગ્ર દુર્ઘટના
10 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે
Feb 28, 2025, 14:19 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર કેટલીક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. ઉત્તરાખંડમાંથી એક ભયાનક દુર્ઘટના સામે આવી છે.ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના બદ્રીનાથ ધામ નજીક આવેલા માના ગામ પાસે એક ગ્લેશિયર તૂટવાના સમાચાર છે.
બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન BROના કોન્ટ્રાક્ટર હેઠળ કામ કરતા 57 મજૂરો કાટમાળ નીચે દટાયા હોવાના અહેવાલ છે.
10 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે બાકીના 47 મજૂરોની શોધકોળ ચાલી રહી છે. IG રાજીવ સ્વરૂપે જણાવ્યુ કે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.