અપડેટ@દેશ: હોસ્પિટલમાં અચાનક આગ લાગતા 6 બાળકો જીવતા સળગ્યા
બાળકોને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં
May 26, 2024, 18:11 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં આગ લાગવાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આગની ભયાનક દુર્ઘટના સામે આવતી હોય છે. દિલ્હીના વિવેક વિહાર સ્થિત ન્યૂ બોર્ન બેબી કેર સેન્ટરમાં શનિવારે મોડી રાત્રે આગ લાગી હતી.
આ અકસ્માતમાં 6 નવજાત બાળકોનાં મોત થયાં હતાં. 6ને બચાવી લેવાયાં છે. તેમાંથી એક વેન્ટિલેટર પર છે. 5 બાળકોને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
ફાયર ઓફિસરે કહ્યું કે તેમને રાત્રે 11:30 વાગ્યે આગની માહિતી મળી હતી. ફાયરની 16 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. બેબી કેર સેન્ટરમાં લાગેલી આગ બાજુના રહેણાક મકાનમાં પણ ફેલાઈ હતી. આ ઈમારતમાંથી 11-12 લોકોને બચાવી લેવાયા છે