અપડેટ@દેશ: બાંગ્લાદેશમાં અનામતના વિરોધમાં 6 લોકોના મોત નીપજ્યા, 400 ઘાયલ

અનામતના વિરોધમાં 6 લોકોના  મોત
 
અપડેટ@દેશ: બાંગ્લાદેશમાં અનામતના વિરોધમાં 6 લોકોના  મોત નીપજ્યા, 400 ઘાયલ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અનામત બાબતે લોકોમાં વિરોધ જોવા મળતો હોય છે. આ વિરોધના કારણે કેટલાક લોકો મોતને ભેટે છે. કેટલાક લોકો ઘાયલ થતા હોય છે. બાંગ્લાદેશમાં અનામત બાબતે વિરોધ જોવા મળી રહ્યો છે. જેમાં 6 લોકોના મોત નીપજ્યા છે, અને 400 લોકો ઘાયલ થયા છે. બાંગ્લાદેશમાં હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને અનામત નાબૂદ કરવાની માગ કરી રહ્યા છે. આ પ્રદર્શને હવે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. પોલીસ સાથેની અથડામણમાં 6 લોકોના મોત થયા છે. તે જ સમયે 400થી વધુ પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

બાંગ્લાદેશી અખબાર ઢાકા ટ્રિબ્યુન અનુસાર, બુધવારે સાંજે રાજધાની ઢાકામાં આંદોલન દરમિયાન વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચેની હિંસક અથડામણમાં એક બાળક સહિત છ લોકોને ગોળી વાગી હતી. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે ઢાકા સહિત બાંગ્લાદેશના વિવિધ શહેરોમાં શૈક્ષણિક સંસ્થાઓ અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવી છે.


વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ આજે એટલે કે, ગુરુવારે (18 જુલાઈ) દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. વિદ્યાર્થી આંદોલનના નેતાઓએ કહ્યું છે કે, ગુરુવારે હોસ્પિટલ અને ઈમરજન્સી સેવાઓ સિવાય બધુ જ બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન રસ્તાઓ પર માત્ર એમ્બ્યુલન્સ સેવાને જ જવા દેવામાં આવશે.