અપડેટ@દેશ: સિડનીના બોન્ડી જંક્શન ખાતે ભરચક વેસ્ટફિલ્ડની અંદર છરાબાજીની ઘટનામાં 6 લોકોનાં મોત

8 લોકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે
 
અપડેટ@દેશ: સિડનીના બોન્ડી જંક્શન ખાતે ભરચક વેસ્ટફિલ્ડની અંદર છરાબાજીની ઘટનામાં 6 લોકોનાં મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર ભયાનક ઘટનાઓ સામે આવતી હોય છે. આ ઘટનાઓમાં કેટલાક લોકો મોતને ભેટતા હોય છે. સિડનીમાં શનિવારે એક ભયાનક ઘટના ઘટી છે. સિડનીના બોન્ડી જંક્શન ખાતે ભરચક વેસ્ટફિલ્ડની અંદર છરાબાજીની ઘટનામાં 6 લોકોનાં મોત થયાં છે અને 8 લોકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. લીલી ટી-શર્ટ પહેરીને આવેલા હુમલાખોરે અચાનક લોકો પર હુમલા કરવાનું શરૂ કરી દીધું હતું. પોલીસ ગોળી મારે એ પહેલાં હુમલાખોરે એક મહિલા અને તેના નવ મહિનાના બાળક સહિત દુકાનદારોને રેન્ડમ પર છરાબાજી કરી હતી. પાંચ લોકો ઘટનાસ્થળે મૃત્યુ પામ્યાની પુષ્ટિ કરવામાં આવી હતી. હુમલાની ભોગબનનાર છઠ્ઠી વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

આ છઠ્ઠી વ્યક્તિ એ બહાદૂર માતા હતી જેણે પોતાના 9 મહિનાના બાળકનો જીવ બચાવવા માટે પોતાના છેલ્લા શ્વાસ સુધી હુમલાખોર સામે લડત આપી. છેવટે માતાએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મોલમાં અફરાતફરી અને લોહીની રેલમછેલ જોવા મળી હતી. આ દરમિયાન મોલમાં હાજર રહેલા કેટલાક સાક્ષીઓએ જણાવ્યું કે મોલની અંદરનું શું થયું હતું. 

એક સાક્ષી કહે છે, મેં મૃતદેહો જોયા કે તરત જ હું નીચે દોડ્યો અને પોલીસને ઉપરના માળે જતી જોઈ અને થોડીવાર પછી મેં ગોળીબારનો અવાજ સાંભળ્યો. ઘટના વખતે કેટલાક સ્ટોર્સના શટર બંધ કરી દેવામાં આવ્યા હતા, જેથી મામલો શાંત ન પડે ત્યાં સુધી અંદર સુરક્ષા જળવાઈ રહે.

પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે કેવી રીતે 38 વર્ષીય મહિલા પોતે ઈજાગ્રસ્ત હોવા છતાં પોતાના બાળકને હુમલાખોર સામે લડત આપી હતી. બાળકના પેટમાં છરો મારવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે અને શનિવારની સાંજે દુકાનદારોએ લોહીને રોકવા માટે કપડાંનો ઉપયોગ કર્યો હોવાની વાત સામે આવી છે. એક સાક્ષીએ જણાવ્યું હતું કે તેણે ચોથા માળ પર જેડી સ્પોર્ટ્સ સ્ટોરની સામે બે યુવાનોના મૃતદેહ જોયા હતા. આ પછી તેણે એસ્કેલેટર નીચે લીલી જર્સી પહેરેલા માણસને જોયો. જેના હાથમાં મોટી છરી હતી.

'જોની સેન્ટોસ અને કેવિન ત્જો વૂલવર્થ્સમાં ખરીદી કરી રહ્યા હતા ત્યારે કોઈ એસ્કેલેટર પરથી નીચે આવ્યું અને બૂમો પાડવાનું શરૂ કર્યું કે એક વ્યક્તિ લોકોને છરી મારી રહી છે. ત્યારે તેણે લીલો શર્ટ પહેરેલી એક વ્યક્તિને એસ્કેલેટર નીચે દોડતી જોઈ. આ માણસ ડ્રગ્સના નશામાં લાગી રહ્યો હતો, તે લથડિયા ખાઈ રહ્યો હતો. ઉપરના માળેથી લોકોએ હુમલાખોરને નિશાન બનાવીને બોલાર્ડ ફેંકવાનું શરૂ કર્યું. બે લોકોએ ફેંકેલા બોલાર્ડ હુમલાખોરને વાગ્યા અને તે એસ્કેલેટર પરથી પાછો ભાગ્યો.

ટેરી વ્હાઇટ વર્કર અયાહ દહરોગે બહાદુરીપૂર્વક તેમને લોકોને કેમિસ્ટને ત્યાં આશ્રય લેવામાં મદદ કરી અને લોકોને પોતાના રક્ષણ માટે કેટલોક સામાન પણ આપ્યો.

ત્યારબાદ પોલીસ આવ્યા અને દરેકને જવાનું કહ્યું. સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા.