અપડેટ@દેશ: ભાજપની ટોપ 20 લીડમાં ગુજરાતની 9 સીટ, 75 ટકાથી વધુ મત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે ચૂંટણીનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. હાલમાં મતગણતરી ચાલી રહી છે. ભાજપની ટોપ-20 બેઠક કઇ છે અને ત્યાંના ઉમેદવાર કેટલી લીડ મેળવી રહ્યા છે તેનું એનાલિસિસ કર્યું. આ એનાલિસિસમાં રસપ્રદ વાત એ સામે આવી કે આખા દેશમાં ભાજપ જે 20 બેઠક પર લીડ મેળવી રહ્યો તેમાંથી 9 બેઠક તો ફક્ત ગુજરાતની જ છે જ્યારે બાકીની બેઠક અલગ-અલગ રાજ્યોની છે.
લીડની આ ગણતરીમાં સૌથી આગળ ઇન્દોરના ભાજપના ઉમેદવાર શંકર લલવાણી ચાલી રહ્યા છે કારણ કે ઇન્દોરમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું. ભાજપને લીડની દ્રષ્ટિએ દેશમાં અમિત શાહ લીડ બીજા ક્રમે ચાલી રહ્યા છે. જ્યારે સી.આર.પાટીલનો ત્રીજો ક્રમ છે. 12 વાગ્યાના સુધીના આંકડા પ્રમાણે અમિત શાહને 2.80 લાખ મતની લીડ અને સી.આર.પાટીલને 2.57 લાખ મતની લીડ મળી ચૂકી છે.
2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને એનડીએને પોતાની અપેક્ષા પ્રમાણે પરિણામ નથી મળી રહ્યું તેવું હાલ લાગી રહ્યું છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે આમ તો ગુજરાતની દરેક બેઠક 5 લાખ મતની લીડથી જીતવાનો ટાર્ગેટ રાખ્યો હતો પરંતુ તે ટાર્ગેટ હાલમાં સિદ્ધ થતો હોય તેમ નથી લાગી રહ્યું. ગાંધીનગરથી અમિત શાહ અને નવસારીથી સી.આર.પાટીલ ચૂૂંટણી લડ્યા છે. અમિત શાહ અને પાટીલે 75 ટકા વોટ શેર મેળવ્યો છે.