અપડેટ@દેશ: આજે તાઇવાનમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, 1 વ્યક્તિનું મોત નીપજ્યું, 50 ઘાયલ

જાપાન-ફિલિપાઇન્સમાં પણ આંચકા અનુભવાયા

 
અપડેટ@દેશ: આજે તાઇવાનમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો અને 1 વ્યક્તિનું મોત નીપજ્યું, 50 ઘાયલ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર કેટલીક ભયાનક ઘટનાઓ ઘટતી હોય છે.  બુધવારે ના રોજ તાઇવાનમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના આંચકા જાપાન અને ફિલિપાઈન્સમાં પણ અનુભવાયા હતા. તાઈવાનના ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, એક વ્યક્તિનું મોત થયું છે. 50 લોકો ઘાયલ થયા છે.

તાઈવાનની હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર, પૂર્વ તાઈવાનના હુલિએન શહેરમાં ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર ધરતીથી 34 કિલોમીટર નીચે હતું. ભારતીય સમય અનુસાર સવારે 5:30 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી, લેન્ડ સ્લાઈડ પણ થયું હતું. ઘણા આફ્ટરશોક્સ પણ આવ્યા છે. તેમાંથી સૌથી તેજ 6.5ની તીવ્રતાનો આફ્ટરશોક હતો.

ભૂકંપનું કેન્દ્ર પૂર્વ તાઈવાનના હુલિએન શહેરમાં હતું. તાઈવાનના સેન્ટ્રલ વેધર બ્યુરોના જણાવ્યા અનુસાર, 25 વર્ષમાં તાઈવાનમાં આવેલો આ સૌથી ખતરનાક ભૂકંપ છે. આ પહેલાં 1999માં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારે 2 હજારથી વધુ લોકોનાં મોત થયાં હતાં.


તાઈવાનના મીડિયા અનુસાર, તાઈવાનમાં 10 હજારથી વધુ ઘરો વીજળી ગુલ થઈ છે. ભૂકંપના કારણે વાયરો અને પાવર પ્લાન્ટને નુકસાન થયું છે. વીજ પાવર સપ્લાય ફરીથી શરૂ કરવાની કામગીરી ચાલી રહી છે. 


ભૂકંપ બાદ તાઈવાન, જાપાન અને ફિલિપાઈન્સમાં સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જાપાનના હવામાન વિભાગે દરિયામાં 3 મીટર એટલે કે લગભગ 10 ફૂટ સુધીના મોજા ઉછળવાની શક્યતા જણાવી હતી. જો કે, જાપાન અને ફિલિપાઈન્સે હવે સુનામીનું એલર્ટ હટાવી લીધું છે.


જાપાનમાં આવેલા ભૂકંપમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ લોકોને સારવાર કરાવવામાં મુશ્કેલી પડી રહી છે. તેનું કારણ એ છે કે ભૂકંપના કારણે મોટાભાગના રસ્તાઓ તૂટી ગયા છે અને અસરગ્રસ્ત સ્થળોએ ડોક્ટરો પહોંચી શકતા નથી. 


તાઈવાનમાં આવેલો આ ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેના આંચકા ચીનના શાંઘાઈ સુધી અનુભવાયા હતા. ચીનના મીડિયાનું કહેવું છે કે ભૂકંપ ચીનના ફુઝુ, શિયામેન, ઝુઆનઝુ અને નિંગડેમાં પણ અનુભવાયો હતો.


જાપાનમાં મંગળવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.1 માપવામાં આવી હતી. આ આંચકા ઉત્તર જાપાનના ઈવાતે અને આઓમોરી પ્રાંતમાં અનુભવાયા હતા. જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું કે, ભૂકંપનું કેન્દ્ર ઇવાતે પ્રાંતનો ઉત્તરીય ભાગ હતો. જો કે હાલમાં જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી બહાર આવી નથી.


જાપાન ભૂકંપ પ્રત્યે સંવેદનશીલ છે. અહીં ભૂકંપ આવતા રહે છે, કારણ કે તે બે ટેક્ટોનિક પ્લેટના જંક્શનની નજીક આવેલું છે. ઇશિકાવા પ્રાન્ત, જ્યાં ધરતીકંપ આવ્યો હતો, મહાસાગરની ચારેય તરફ સિસ્મિક ફોલ્ટ લાઇનની ઘોડાના નાળના આકારની શ્રેણી- તે રિંગ ઓફ ફાયરની નજીક આવેલું છે.

રિંગ ઓફ ફાયર એ એક એવો વિસ્તાર છે જ્યાં મહાસાગરીય ટેક્ટોનિક પ્લેટો ખંડીય પ્લેટો સાથે અસ્તિત્વ ધરાવે છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે, ત્યારે ભૂકંપ આવે છે. તેમની અસરને કારણે જ સુનામી આવે છે અને જ્વાળામુખી પણ ફાટી નીકળે છે.

વિશ્વના 90% ભૂકંપ આ રિંગ ઓફ ફાયરમાં આવે છે. આ વિસ્તાર 40 હજાર કિલોમીટરમાં ફેલાયેલો છે. દુનિયામાં જેટલા સક્રિય જ્વાળામુખી છે, તેમાંથી 75% આ પ્રદેશમાં છે. 15 દેશો- જાપાન, રશિયા, ફિલિપાઈન્સ, ઈન્ડોનેશિયા, ન્યુઝીલેન્ડ, એન્ટાર્કટિકા, કેનેડા, અમેરિકા, મેક્સિકો, ગ્વાટેમાલા, કોસ્ટા રિકા, પેરુ, એક્વાડોર, ચિલી, બોલિવિયા રિંગ ઓફ ફાયર વિસ્તારમાં છે.

આપણી પૃથ્વીની સપાટી મુખ્યત્વે 7 મોટી અને ઘણી નાની-નાની ટેક્ટોનિક પ્લેટોથી બનેલી છે. આ પ્લેટ્સ સતત તરતી રહે છે અને ક્યારેક એકબીજા સાથે ટકરાય છે. ટકરાવાથી ઘણી વખત પ્લેટોના ખૂણાઓ વળી જાય છે અને જ્યારે ખૂબ દબાણ હોય છે, ત્યારે આ પ્લેટો તૂટવા લાગે છે. આવી સ્થિતિમાં, નીચેથી નીકળતી ઊર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે અને આ ડિસ્ટર્બન્સ બાદ ભૂકંપ આવે છે.


દર વર્ષે દુનિયામાં અનેક ભૂકંપ આવે છે, પરંતુ એની તીવ્રતા ઓછી હોય છે. નેશનલ અર્થક્વેક ઈન્ફર્મેશન સેન્ટર દર વર્ષે લગભગ 22 હજાર ભૂકંપ નોંધે છે. એમાંથી 100 ભૂકંપ એવા હોય છે, જેમાં વધુ નુકસાન થાય છે. ભૂકંપ થોડીક સેકન્ડ કે થોડી મિનિટો સુધી રહે છે. ઇતિહાસમાં સૌથી લાંબો સમય ચાલતો ભૂકંપ હિન્દ મહાસાગરમાં 2004માં આવ્યો હતો. આ ભૂકંપ 10 મિનિટ સુધી રહ્યો હતો.

તુર્કીમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા 6.4 નોંધવામાં આવી હતી. લેબેનોન અને ઇઝરાયલ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સ્થાનિક સમય અનુસાર, રાત્રે લગભગ 8.30 વાગ્યા ને 10 સેકન્ડ સુધી આંચકા અનુભવાયા હતા.