અપડેટ@દેશ: એક શખ્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપી , આરોપીની શોધખોળ ચાલુ

 સુરક્ષા એજન્સી એલર્ટ થઈ છે.
 
નરેન્દ્ર મોદી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ આવતી હોય છે.  કર્ણાટકના એક શખ્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપી છે. મોહમ્મદ રસૂલ કાદ્દરે નામના આ શખ્સે સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં કહ્યું છે કે જો કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની તો હું વડાપ્રધાન મોદીને મારી નાખીશ. વીડિયોમાં મોહમ્મદ રસૂલને તલવાર લહેરાવતા જોઈ શકાય છે. આ મામલે તેની સામે FIR નોંધવામાં આવી છે.

આ અંગે પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, યાદગીરીના સુરપુર પોલીસ સ્ટેશનમાં મોહમ્મદ રસૂલ કાદ્દરે વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. હૈદરાબાદ સહિત વિવિધ સ્થળોએ તેની શોધ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે મોહમ્મદ રસૂલ કદ્દરેએ પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી આ વીડિયો પોસ્ટ કર્યો હતો. મળતી માહિતી મુજબ તે હૈદરાબાદનો રહેવાસી છે. તેની શોધમાં અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા જ આ પ્રકારની ધમકી સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં સુરક્ષા એજન્સી એલર્ટ થઈ છે.