અપડેટ@દેશ: લંડનમાં Phd કરતી હોનહાર ભારતીય સ્ટુડન્ટનું અકસ્માતમાં મોત નીપજ્યુ

ઘરે પરત ફરતી વખતે ટ્રકે કચડી,

 
અપડેટ@દેશ: લંડનમાં PhD કરતી હોનહાર ભારતીય સ્ટુડન્ટનું અકસ્માતમાં મોત નીપજ્યુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર કેટલાય બનાવો સામે આવતા હોય છે.  નીતિ આયોગની ભૂતપૂર્વ મહિલા કર્મચારીનું લંડનમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. નીતિ આયોગના પૂર્વ સીઈઓ અમિતાભ કાંતે 33 વર્ષીય ચેસિથા કોચરના નિધનના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

અમિતાભ કાંતે લખ્યું- ચેસિથા કોચર લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં પીએચડી કરી રહી હતી. ગયા અઠવાડિયે તે યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને સાયકલ પર લંડનમાં તેના ઘરે પરત ફરી રહી હતી, ત્યારે એક ટ્રકે તેને કચડી નાખતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. કોચરને 19 માર્ચે ટ્રકે ટક્કર મારી હતી. અકસ્માત સમયે તેનો પતિ પ્રશાંત તેની આગળ હતો અને તેને બચાવવા દોડ્યો હતો. જોકે, અકસ્માત એટલો ગંભીર હતો કે ચેસિથાને બચાવી શકાયો નહોતો.

ચેસિથા કોચર (બ્લેક-લાલ કુર્તા) એ 2021 અને 23 ની વચ્ચે નીતિ આયોગમાં કામ કર્યું છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લંડન ગઈ હતી
ચેસિથા કોચરની LinkedIn પ્રોફાઇલ મુજબ, તે 2021 અને 2023 વચ્ચે NITI આયોગમાં નેશનલ બિહેવિયર ઇનસાઇટ યુનિટમાં વરિષ્ઠ સલાહકાર તરીકે કામ કરતી હતી. તે ગુરુગ્રામમાં રહેતી હતી. તે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જ PHD માટે લંડન ગઈ હતી.

ચેસિથાએ દિલ્હી યુનિવર્સિટી, અશોકા યુનિવર્સિટી ઉપરાંત પેન્સિલવેનિયા અને શિકાગો યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. આ સિવાય તેણે દિલ્હી અને દેશની અન્ય આર્મી સ્કૂલમાંથી સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યો.

ચેસિથા કોચર ગયા વર્ષે સપ્ટેમ્બરમાં PHD માટે લંડન ગઈ હતી. ચેસિથા કોચરના પિતા લેફ્ટનન્ટ જનરલ એસપી કોચર સેનામાંથી નિવૃત્ત છે. તેઓ તેમની પુત્રીનો મૃતદેહ લેવા લંડન ગયા છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું- હું હાલમાં લંડનમાં છું. હું મારી દીકરીની અસ્થિ લેવા આવ્યો છું. ચેસિથાના નિધનથી પરિવાર અને તેના મિત્રો માટે મોટી ખોટ છે.