અપડેટ@દેશ: આદિત્ય એલ-1 સૂર્યની વધુ નજીક પહોંચ્યું,યાને પોતાની ભ્રમણકક્ષા બદલી

આદિત્ય એલ-1 તે ભારતની પ્રથમ અંતરિક્ષ વેધશાળા
 
અપડેટ@દેશ: આદિત્ય એલ-1 સૂર્યની વધુ નજીક પહોંચ્યું,યાને પોતાની ભ્રમણકક્ષા બદલી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભારતે પોતાના પ્રથમ સૂર્ય મિશન અનુસંધાનમાં આદિત્ય એલ-1 યાનને સૂર્યની બહારની સપાટીના વાતાવરણનો અભ્યાસ કરવા મોકલ્યું છે. રવિવારે પરોઢિયે યાનની પૃથ્વીની કક્ષા સંબંધિત ત્રીજી પ્રક્રિયાને પણ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

અપડેટ@દેશ: આદિત્ય એલ-1 સૂર્યની વધુ નજીક પહોંચ્યું,યાને પોતાની ભ્રમણકક્ષા બદલી

ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થાન (ઇસરો) દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી. ઇસરોએ જણાવ્યું કે અંતરિક્ષ એજન્સીના બેંગલુરુ ખાતેના ટેલીમેટ્રી,ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્કે આ અભિયાનને રવિવારે સફળતાપૂર્વક પાર પાડયું હતું. ઇસરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'પૃથ્વીની કક્ષા સંબંધિત ત્રીજી પ્રક્રિયા (ઇબીએન-3) બેંગલુરુ ખાતેના ટેલીમેટ્રી,ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક ખાતેથી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે.

અપડેટ@દેશ: આદિત્ય એલ-1 સૂર્યની વધુ નજીક પહોંચ્યું,યાને પોતાની ભ્રમણકક્ષા બદલી

પ્રાપ્ત કરવામાં આવેલી નવી કક્ષા 296 ટ 71,767 કિ.મી.ની છે. આદિત્ય એલ-1 મિશનની પૃથ્વી સંબંધિત ચોથી પ્રક્રિયા હવે 15 સપ્ટેમ્બર 2023ના રોજ ભારતીય સમય મુજબ મોડી રાતે બે વાગે હાથ ધરવામાં આવશે.' આદિત્ય એલ-1 તે ભારતની પ્રથમ અંતરિક્ષ વેધશાળા છે. આ વેધશાળા પૃથ્વીથી 15 લાખ કિ.મી.ના અંતરે આવેલા પ્રથમ સૂર્ય- પૃથ્વી લેગ્રેંજિયન બિંદુ (એલ-1) ખાતે રહીને સૂરજની બહારની સપાટીના વાતાવરણનો અભ્યાસ કરી રહી છે.