અપડેટ@અફઘાનિસ્તાન: માસૂમો પર કાળનો કહેર, ડાયનામાઇટના વિસ્ફોટમાં 10 બાળકોના મોત

100થી વધુ ઘાયલ, હોસ્પિટલમાં દોડધામ
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતમાં શનિવારે સવારે એક મોટી દુર્ઘટના બની છે. એક શાળાની નજીક જોરદાર વિસ્ફોટ થતાં 10 બાળકોના મોત થયા છે, જ્યારે આશરે 100થી વધુ લોકો ઘાયલ થયા છે.

તાલિબાન સરકારના ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ BBCને આ માહિતી આપી હતી. આ પહેલા 6થી 7 બાળકોના મોતની માહિતી સામે આવી હતી.

*ક્યાં અને કેવી રીતે થયો વિસ્ફોટ?*

વિસ્ફોટ કુનાર પ્રાંતના અંદાર સેર વિસ્તારમાં આવેલી એક મિડલ સ્કૂલની નજીકના મકાનમાં થયો હતો. આ મકાનમાં ખનનનું કામ કરતા લોકો રહેતા હતા. તેમણે ત્યાં ડાયનામાઇટ રાખ્યું હતું. તેમાં જ વિસ્ફોટ થયો હતો.

કુનાર પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે સવારે આશરે 10 વાગ્યે અસદાબાદ શહેરના બાહ્ય વિસ્તારમાં આવેલા અંદાર સેરમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ રાહત અને તપાસ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.

*હોસ્પિટલમાં 15 લોકોની સારવાર ચાલુ*

કુનારમાં માહિતી અને સંસ્કૃતિ વિભાગના નિર્દેશકે જણાવ્યું કે, ગોડામમાં ખનન કંપનીઓના વિસ્ફોટકો રાખવામાં આવ્યા હતા. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે, ઘાયલોમાંથી 15 લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

*વિસ્ફોટકો કેવી રીતે ફાટ્યા તેની તપાસ*

હાલમાં એ સ્પષ્ટ નથી કે ગોડામમાં વિસ્ફોટકો કયા કારણોસર ફાટ્યા. અધિકારીઓએ પ્રાથમિક રીતે તેને બેદરકારી સાથે જોડાયેલો મામલો ગણાવ્યો છે.

અફઘાનિસ્તાનમાં ખનન એક મોટો વ્યવસાય છે. અહીં અનેક પ્રકારના ખનિજો અને કિંમતી પથ્થરો કાઢવામાં આવે છે. જોકે, ખનન કંપનીઓમાં સુરક્ષા નિયમોનું યોગ્ય રીતે પાલન ન થતું હોવાની ફરિયાદો થતી રહી છે. તેના કારણે ત્યાં અવારનવાર અકસ્માતો થાય છે.