અપડેટ@દેશ: મહિલા પર રેપ અને હત્યાના બનાવ બાદ આદિવાસીઓનો વિરોધ, ધાર્મિક સ્થળો પર પથ્થરમારો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં બળાત્કારના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી બળત્કાનાં બનાવો સામે આવતા હોય છે. તેલંગાણાના કુમુરમ ભીમ આસિફાબાદ જિલ્લાના જૈનુરમાં 45 વર્ષીય આદિવાસી મહિલા પર રેપ અને હત્યાના પ્રયાસના કેસ બાદ આદિવાસી સંગઠનોએ પ્રદર્શન કર્યું હતું. સવારે શરૂ થયેલું પ્રદર્શન બપોર સુધીમાં બે જૂથો વચ્ચે હિંસામાં ફેરવાઈ ગયું હતું. પોલીસે જણાવ્યું કે આરોપી અને પીડિતા અલગ-અલગ ધર્મના છે.
લગભગ વિરોધ કરી રહેલા 2 હજાર આદિવાસીઓએ આરોપી સમુદાયના લોકો પર હુમલો કર્યો. તેમના ધાર્મિક સ્થળ પર પથ્થરમારો કર્યો હતો. દુકાનો પણ સળગાવી દેવામાં આવી હતી. જવાબમાં, આરોપી સમુદાયના લોકોએ પણ આગચંપી અને પથ્થરમારો કર્યો હતો. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે, જૈનૂર શહેરમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 163 લાગુ કરવામાં આવી છે. પરિસ્થિતિ વણસતી જોઈને પ્રશાસને આ વિસ્તારમાં ઈન્ટરનેટ બંધ કરીને પોલીસ જવાનોની તહેનાતી વધારી દીધી છે.
બુધવારે સાંજ સુધીમાં, રેપિડ એક્શન ફોર્સને બોલાવવામાં આવી હતી અને વિસ્તારમાં કર્ફયૂુલાદવામાં આવ્યો હતો. પોલીસે મોડી સાંજે કહ્યું કે સ્થિતિ હવે નિયંત્રણમાં છે, પરંતુ હજુ સુધી કર્ફ્યુ હટાવવામાં આવ્યો નથી.
પોલીસની 3 કાર્યવાહી
ઈન્ટરનેટ પર પ્રતિબંધ અને કર્ફ્યુ લાદ્યા બાદ બંને સમુદાયના વડીલો સાથે વાતચીત કરવામાં આવી હતી. તેમણે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.
પોલીસે બંને સમુદાયોને જાણ કરતાં શાંતિની અપીલ પણ કરી હતી કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. પોલીસ આ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે.
પોલીસે જણાવ્યું કે હિંસાની તપાસ માટે એક વિશેષ ટીમ પણ બનાવવામાં આવી છે. આ ટીમ ગુનેગારોની ઓળખ કરશે અને તેમની સામે કડક કાર્યવાહી કરશે