અપડેટ@દેશ: ભારતે ટ્રેનમાંથી અગ્નિ-પ્રાઈમ મિસાઈલનું પરીક્ષણ કર્યું, જાણો વધુ વિગતે

અગ્નિ-પ્રાઇમ મિસાઇલની 2000 KM રેન્જ સુધી હુમલો કરવામાં સક્ષમ છે.
 
અપડેટ@દેશ: ટ્રેનમાંથી અગ્નિ-પ્રાઈમ મિસાઈલનું પરીક્ષણ કર્યું, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ભારતમાં પહેલી વાર ટ્રેનમાંથી અગ્નિ-પ્રાઈમ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. કેનિસ્ટરાઇઝ્ડ લોન્ચિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને લોન્ચ કરવામાં આવી હતી. ડિઝાઇન કરેલી ટ્રેન છે જે રેલ લાઇન દ્વારા દેશના કોઈપણ ખૂણા સુધી પહોંચવા માટે સક્ષમ છે. અગ્નિ-પ્રાઇમ મિસાઇલની 2000 KM રેન્જ સુધી હુમલો કરવામાં સક્ષમ છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ માહિતી આપી. અગ્નિ પ્રાઇમ મિસાઇલ 2,000 કિલોમીટર સુધીની સ્ટ્રાઇક રેન્જ માટે ડિઝાઇન કરવામાં આવી છે અને તે અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. રાજનાથે લખ્યું - ખાસ ડિઝાઇન કરાયેલ રેલ આધારિત મોબાઇલ લોન્ચર તેના પ્રકારની પહેલી સિસ્ટમ છે, જે તમામ પ્રકારના રેલ નેટવર્ક પર ચાલી શકે છે.