અપડેટ@અજમેર: વડાપ્રધાન મોદીએ છોકરીઓમાં સર્વાઇકલ કેન્સર અટકાવવા માટે વેક્સિનેશન અભિયાન શરૂ કર્યું

મોદીએ અહીં ₹16,600 કરોડના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યુ
 
અપડેટ@અજમેર: વડાપ્રધાન મોદીએ છોકરીઓમાં સર્વાઇકલ કેન્સર અટકાવવા માટે વેક્સિનેશન અભિયાન શરૂ કર્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અજમેરની મુલાકાતે છે. અજમેરમાં PMએ છોકરીઓમાં સર્વાઇકલ કેન્સર અટકાવવા માટે વેક્સિનેશન અભિયાન શરૂ કર્યું છે. મોદીએ અહીં ₹16,600 કરોડના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યુ. આ સાથે 21,800 યુવાનોને નિમણૂક પત્રો પણ આપવામાં આવ્યા. હવે અજમેરમાં PM મોદી સભામાં સંબોધન કરી રહ્યા છે.

PM નરેન્દ્ર મોદીએ કહ્યું, "હું ગઈકાલે જ ઇઝરાયલની મુલાકાતેથી પાછો ફર્યો છું. ઇઝરાયલના લોકો હજુ પણ રાજસ્થાનના પુત્ર મેજર દલપત સિંહની બહાદુરીને ગર્વથી યાદ કરે છે. મને ઇઝરાયલી સંસદમાં મેજર દલપત સિંહની બહાદુરીને શ્રદ્ધાંજલિ આપવાનું પણ સૌભાગ્ય મળ્યું." ઇઝરાયલના હાઇફા શહેરને આઝાદ કરાવવામાં રાજસ્થાનના બહાદુર યોદ્ધાઓએ ભજવેલી ભૂમિકાના ગુણગાન ગાવાની તક મળી.

વડાપ્રધાનની સભામાં સાધુ-સંતોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. સ્થળની બાજુમાં તેમના માટે એક નાનું મંચ બનાવવામાં આવ્યું છે.

મોદી સવારે લગભગ 11 વાગ્યે અજમેર પહોંચ્યા. કાયડ વિશ્રામસ્થળી પાસે બનેલા હેલિપેડ પર ભાજપના નેતાઓએ તેમનું સ્વાગત કર્યુ. ત્યારબાદ વડાપ્રધાને 9 થી 14 વર્ષની છોકરીઓમાં સર્વાઇકલ કેન્સરને અટકાવવા માટે હ્યુમન પેપિલોમા વાયરસ (HPV) વેક્સિનેશન અભિયાનની શરૂઆત કરાવી હતી.

મોદીએ અહીં 16600 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો. 21 હજાર 800 યુવાનોને નિમણૂક પત્રો પણ આપવામાં આવ્યા. ત્યારબાદ વડાપ્રધાન સભાને સંબોધિત કરશે. કાર્યક્રમમાં રાજ્યપાલ હરિભાઉ બાગડે, મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, સ્પીકર વાસુદેવ દેવનાની સહિત અનેક મંત્રીઓ અને નેતાઓ હાજર છે.