અપડેટ@અમેરિકા: વાવાઝોડું મિલ્ટન ફ્લોરિડા રાજ્યના 'સિએસ્ટા કી' શહેરના કિનારે ટકરાયું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમેરિકામાં ભારે વાવાઝોડું આવ્યું છે. જેના કારણે ભારે તબાહી મચી છે. વાવાઝોડું મિલ્ટન અમેરિકાના ફ્લોરિડા રાજ્યના 'સિએસ્ટા કી' શહેરના કિનારે ટકરાયું હતું. જેના કારણે ફ્લોરિડાના સેન્ટ પીટર્સબર્ગમાં 24 કલાકમાં 16 ઈંચ વરસાદ પડ્યો છે. આ વિસ્તારમાં છેલ્લા એક હજાર વર્ષમાં આ સૌથી વધુ વરસાદ છે. સમગ્ર વિસ્તારમાં 3 કલાકમાં 3 મહિનાનો વરસાદ પડ્યો હતો. મિલ્ટન ફ્લોરિડામાં ત્રાટકનાર વર્ષનું ત્રીજું વાવાઝોડું છે.
સિએસ્ટા કીમાં દરિયાકાંઠે ટકરાતા પહેલા મિલ્ટન કેટેગરી 5નું વાવાઝોડું હતું. અસર સમયે, તે કેટેગરી 3 બની ગયું હતું અને હવે તેને કેટેગરી 2 વાવાઝોડું જાહેર કરવામાં આવ્યું છે. આ છતાં તે વધુ જોખમી છે.
વાવાઝોડાને કારણે ફ્લોરિડાના અનેક શહેરોમાં 193 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. અમેરિકન મીડિયા હાઉસ CNN મુજબ ફ્લોરિડામાં લગભગ 10 લાખ લોકોના ઘરોમાં વીજળી નથી. 20 લાખ લોકો પૂરના જોખમમાં છે.