અપડેટ@દેશ: રાહુલ ગાંધી અચાનક હરિયાણા પહોંચ્યા અને ઘાયલ યુવકના પરિવારજનોને મળ્યા
અમેરિકામાં ઘાયલ યુવકના પરિવારજનોને મળ્યા; પરિવાર સાથે વીડિયો કોલ કરવાનું વચન પાળ્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાહુલગાંધી અવાર-નવાર કેટલાક પ્રવાસ કરતા હોય છે. રાહુલગાંધી આજે અચાનક સવારે હરિયાણાના કરનાલ જિલ્લાના ઘોઘાડીપુર ગામમાં પહોંચ્યા હતા. અમેરિકાની મુલાકાત દરમિયાન મળેલા યુવકના પરિવારને મળવા તેઓ અહીં આવ્યા હતા. રાહુલ યુવકના પરિવારને મળ્યા. તેમણે પરિવારના ઘરે પહોંચ્યા બાદહાલ અમેરિકામાં રહેતા યુવકને વીડિયો કોલ પણ કર્યો હતો.
આશ્ચર્યજનક વાત એ છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની આ મુલાકાત અંગે ન તો સ્થાનિક કોંગ્રેસી નેતાઓ અને ન તો પોલીસ પ્રશાસનને જાણ કરવામાં આવી હતી. તેઓ વહેલી સવારે અચાનક આવી પહોંચ્યા કે બધા સ્તબ્ધ થઈ ગયા. રાહુલ ગાંધીની અમેરિકા મુલાકાત દરમિયાન અમિત કુમાર નામના એક યુવકને મળ્યા હતા. તે ઘોઘાડીપુર ગામનો રહેવાસી છે. થોડા સમય પહેલા અમિતનો અમેરિકામાં અકસ્માત થયો હતો. આ પછી તેને હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવ્યો હતો.
અમેરિકામાં રાહુલ ગાંધીએ અમિતને વચન આપ્યું હતું કે જ્યારે તેઓ ભારત પાછા ફરશે ત્યારે તેઓ તેના પરિવારને ચોક્કસ મળશે અને ત્યાં પહોંચ્યા બાદ યુવક સાથે વીડિયો કોલિંગ પણ કરશે. પોતાના વચન મુજબ રાહુલ ગાંધી આજે સવારે ઘોઘાડીપુર સ્થિત અમિત કુમારના ઘરે પહોંચ્યા હતા.
રાહુલ અમિતના માતા બિરમતી અને પિતા બીર સિંહને મળ્યા હતા. રાહુલ ગાંધી લગભગ 7.10 વાગ્યે અહીંથી રવાના થયા હતા. અહીંથી જ રાહુલ ગાંધીએ અમિતને વીડિયો કોલિંગ પણ કર્યો હતો. બિરમતીએ રાહુલ ગાંધીને જણાવ્યું કે તેમનો પુત્ર દોઢ વર્ષ પહેલા અમેરિકા ગયો હતો, અને ત્યાં નોકરી કરતો હતો. થોડા દિવસ પહેલા ત્યાં તેમનો અકસ્માત થયો હતો. આ કારણે અમને ચિંતા થતી હતી.
રાહુલ ગાંધીની અચાનક મુલાકાતથી પોલીસ વિભાગમાં પણ ખળભળાટ મચી ગયો હતો. તેમના આગમનની જાણ માત્ર કેટલાક અધિકારીઓને જ હતી. કોંગ્રેસના સ્થાનિક નેતાઓને પણ તેની જાણ નહોતી. જોકે, નેતાઓ સમયસર પહોંચી ગયા હતા અને રાહુલ ગાંધીને મળવાની વ્યવસ્થા કરી હતી, પરંતુ ત્યાં સુધીમાં રાહુલ ગાંધી ત્યાંથી નીકળી ગયા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી અમિતના ઘરે એક કલાક 20 મિનિટ રોકાયા હતા. અહીં તેણે તેના પરિવારજનો સાથે વાત કરી અને તેમની તબિયત વિશેપણ પૂછ્યુ હતું. અમિતના ઘરે પરિવારે રાહુલને દેશી ઘી અને ચુરમું પેક કરીને આપ્યું હતું. રાહુલ તેને પોતાની સાથે લઈ ગયા હતા. રાહુલ ગાંધી દિલ્હીથી આવ્યા હતા અને મુલાકાત બાદ પરત દિલ્હી ગયા હતા.
રાહુલ ગાંધી જ્યારે યુવકના ઘરે પહોંચ્યા ત્યારે ઘટના સ્થળે લોકો એકઠા થઈ ગયા હતા. તેઓએ રાહુલ ગાંધી ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.
ગ્રામજનોએ જણાવ્યું કે અમિત દોઢ વર્ષ પહેલા પોતાની જમીન વેચીને ડંરી રુટ મારફતે અમેરિકા ગયો હતો. તે ત્યાં ટ્રક ડ્રાઈવર છે. ત્યાં જ તેનો એક મોટો અકસ્માત થયો હતો. અમિતના ગામનો જ તેજી માન નામનો એક યુવક પણ અમેરિકામાં રહે છે, તેણે જ અમેરિકામાં અમિતની સંભાળ લીધી હતી અને હવે અમિતની હાલત સારી છે.
રાહુલ ગાંધી ત્યાં પહોંચ્યા હતા અને અમિતને મળ્યા હતા. ગ્રામજનોએ જણાવ્યું કે, અહીં રોજગાર ન હોવાના કારણે ગામના યુવાનો વિદેશ જતા રહ્યા છે.
રાહુલ ગાંધીના આગમનની માહિતી બાદ કરનાલ પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ હતી. આ પછી સુરક્ષાના કારણોસર ગામમાં અમિતના ઘરની બહાર ફોર્સ તહેનાત કરવામાં આવી હતી. જો કે, રાહુલની મુલાકાત ખુબ જ ઝડપી થઈ હતી.
રાહુલ ગાંધીના આગમનના સમાચાર ગામમાં વીજળી વેગે ફેલાઈ ગયા અને લોકોના ટોળા અમિતના ઘરે પહોંચી ગયા. મોટી સંખ્યામાં ગ્રામજનો રાહુલ ગાંધીના ઘરે પહોંચ્યા હતા. રાહુલ ગાંધી પહેલીવાર આ ગામમાં આવ્યા હતા.
અમિતના ઘરેથી નીકળ્યા બાદ રાહુલ ગાંધી કરનાલમાં કોંગ્રેસના ઉમેદવાર વીરેન્દ્ર રાઠોડના ફાર્મ હાઉસ પર પણ પહોંચ્યા હતા. કોંગ્રેસે વીરેન્દ્ર રાઠોડને ઘરૌંડા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. રાહુલ વીરેન્દ્રને તેના ફાર્મ હાઉસ પર મળ્યા હતા. તેમને ચૂંટણી પ્રચાર વિશે પૂછ્યું હતું.