અપડેટ@દેશ: રાજધાની દિલ્હીના કનોટ પ્લેસમાંથી એક બિનવારસી બેગ મળી આવતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો

વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
 
અપડેટ@દેશ: રાજધાની દિલ્હીના કનોટ પ્લેસમાંથી એક બિનવારસી બેગ મળી આવતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે.  રાજધાની દિલ્હીના કનોટ પ્લેસમાંથી શનિવારે એક બિનવારસી બેગ મળી આવતા ખળભળાટ મચ્યો છે. હાલ દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે આ વચ્ચે રાજધાની દિલ્હીમાં બિનવારસી બેગ મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે.

બનાવની જાણ થતા જ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને તપાસ હાથ ધરી છે. આ બિનવારસી બેગ સીપીના એન બ્લોકમાં મળી છે. આ સાથે જ ફાયર વિભાગ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હજુ સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. એન બ્લોકમાં જ્યાં બિનવારસી બેગ પડી હતી તે જગ્યાને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે. દિલ્હી પોલીસે બેરિકેડ લગાવીને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી છે.

રાજધાની દિલ્હીની શાળાઓમાં બોમ્બ વિસ્ફોટની ધમકી આપતા હોક્સ કોલનો મામલો હજુ ઉકેલાયો નથી, ત્યારે શનિવારે ફરી એકવાર આવી જ ઘટનાએ હલચલ મચાવી દીધી છે. ઘટનાની જાણ થતા જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.