અપડેટ@દેશ: સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં 2 આતંકવાદીઓને ઠાર કર્યા

આ આતંકીઓ ઘુસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા
 
અપડેટ@દેશ: સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં 2 આતંકવાદીઓને ઠાર કર્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર કેટલાક આતંકાવીઓને મારી નાખવામાં આવતા હોય છે. સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં 2 આતંકવાદીઓને ઠાર કર્યા.સેનાએ જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં LOC (લાઇન ઓફ કંટ્રોલ) પાસે 2 આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ આતંકીઓ ઘુસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. સેનાના જણાવ્યા મુજબ, 8 સપ્ટેમ્બરની મોડી રાત્રે, સેનાના જવાનોએ નૌશેરાના લામ સેક્ટર પાસે થોડી હિલચાલ જોઈ. જે બાદ જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

સેનાએ આતંકીઓ પાસેથી મોટી માત્રામાં દારૂગોળો જપ્ત કર્યો છે. બે એકે-47 અને એક પિસ્તોલ પણ જપ્ત કરવામાં આવી છે. હાલ ઓપરેશન ચાલુ છે. સેનાએ એક્સ પર આ માહિતી આપી હતી.

છેલ્લા એક સપ્તાહમાં આતંકવાદીઓના એન્કાઉન્ટરની આ બીજી ઘટના છે. 2 સપ્ટેમ્બરે જમ્મુ-કાશ્મીરના સુંજવાન મિલિટરી સ્ટેશન પર આતંકીઓએ સેના પર ફાયરિંગ કર્યું હતું. જેમાં એક જવાન શહીદ થયો હતો.