અપડેટ@બાંગ્લાદેશ: પેસેન્જર બસ અચાનક પદ્મા નદીમાં ખાબકી, 23 લોકોના મોત
11 મુસાફરો તરીને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા
Mar 26, 2026, 11:51 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બાંગ્લાદેશમાંથી અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે. બાંગ્લાદેશમાં એક પેસેન્જર બસ પદ્મા નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 23 લોકોના મોત થયા છે. 11 મુસાફરો તરીને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. બસમાં લગભગ 40 લોકો સવાર હતા. આ અકસ્માત બુધવારે સાંજે થયો હતો. ત્યારે માત્ર 2 લોકોના મોત થયાના સમાચાર આવ્યા હતા.
આ અકસ્માત રાજબાડી જિલ્લાના દાઉલાદિયા ટર્મિનલ પર થયો હતો. બસ ફેરી પર ચઢી રહી હતી. આ દરમિયાન ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને બસ સીધી નદીમાં ખાબકી. બાંગ્લાદેશમાં બસો અને વાહનોને નદી પાર કરાવવા માટે ફેરીનો ઉપયોગ થાય છે. આ એક મોટી બોટ કે જહાજ જેવું હોય છે.
વડાપ્રધાન તારિક રહેમાને બચાવ કામગીરીની માહિતી લીધી છે. સાથે જ અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે.

