અપડેટ@દેશ: બાંગ્લાદેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોસ્ટ સામે વાંધો ઉઠાવ્યો

મીડિયા પોસ્ટમાં લખ્યું - 1971ની જીત બાંગ્લાદેશની જીત છે, ભારત તેમાં માત્ર એક સાથી તરીકે હતું. નઝરુલે પોતાની પોસ્ટ સાથે પીએમ મોદીની પોસ્ટનો સ્ક્રીનશોટ પણ રાખ્યો છે.
 
અપડેટ@દેશ: બાંગ્લાદેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોસ્ટ સામે વાંધો ઉઠાવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોસ્ટ સોશિયલ મીડિયા પર કરી છે. પોસ્ટ પર વાંધો વિવાદ જોવા મળ્યો છે. બાંગ્લાદેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોસ્ટ સામે વાંધો ઉઠાવ્યો છે. તેમના કાયદા મંત્રી આસિફ નઝરુલે સોમવારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું - 1971ની જીત બાંગ્લાદેશની જીત છે, ભારત તેમાં માત્ર એક સાથી તરીકે હતું. નઝરુલે પોતાની પોસ્ટ સાથે પીએમ મોદીની પોસ્ટનો સ્ક્રીનશોટ પણ રાખ્યો છે.

હકીકતમાં પીએમ મોદીએ સોમવારે જ X પર 1971ના યુદ્ધ વિશે પોસ્ટ કરી હતી. તેમણે યુદ્ધમાં જીવ ગુમાવનારા સૈનિકોના બલિદાનને સન્માનિત કર્યા અને ભારતની જીતમાં તેમના યોગદાનને મહત્ત્વપૂર્ણ ગણાવ્યું.

ભારત અને બાંગ્લાદેશે ગઈકાલે 16 ડિસેમ્બરે 1971ના યુદ્ધની 53મી વર્ષગાંઠ ઉજવી હતી. બંને દેશોએ કોલકાતા અને ઢાકામાં પણ આ જીતને લઈને કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.