અપડેટ@દેશ: લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

ભાજપે દિલ્હીથી પાંચ ઉમેદવારોની જાહેરાત કરી છે. 
 
અપડેટ@દેશ: લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે  195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં થોડાજ સમયમાં ચૂંટણીમાં થવા જઈ રહી છે.  ભાજપે લોકસભા ચૂંટણી માટે પોતાની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ 195 સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડવાના છે. પાર્ટીએ ઘણા રાજ્યો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.

ભાજપે પ્રથમ યાદીમાં 28 મહિલાઓને તક આપી છે, 47 યુવાનોને રાખવામાં આવ્યા છે, અનુસૂચિત જનજાતિમાંથી 27 ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને 18 આદિવાસી સમાજના આગેવાનોને પણ તક આપવામાં આવી છે. આ અંગે રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ કહ્યું, “… 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 195 બેઠકો પર ચૂંટણી લડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે. આ યાદીમાં 34 કેન્દ્રીય અને રાજ્ય મંત્રીઓના નામ પણ છે.

ભાજપે દિલ્હીથી પાંચ ઉમેદવારોની જાહેરાત કરી છે. યાદીમાં ચાંદની ચોકથી પ્રવીણ ખંડેલવાલ, ઉત્તર પૂર્વથી મનોજ તિવારી, નવી દિલ્હીથી બાસૂરી સ્વરાજ, પશ્ચિમ દિલ્હીથી કમલજીત સેહરાવત, દક્ષિણ દિલ્હીના રામવીર સિંહ બિધુરીને તક આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો, અહીં ભાજપે માત્ર ચાર નવા ચહેરાઓ પર દાવ લગાવ્યો છે, બાકીના તમામ જૂના ચહેરા રિપીટ થયા છે. હેમા માલિનીને ફરી મથુરાથી તક આપવામાં આવી છે, રાજનાથ સિંહ લખનૌથી મેદાનમાં છે, મહેશ શર્માને ગૌતમ બુદ્ધ નગરથી તક આપવામાં આવી છે, સ્મૃતિ ઈરાની અમેઠીથી ફરી ચૂંટણી લડવા જઈ રહી છે. મોટી વાત એ છે કે, પાર્ટીએ ફરી એકવાર યુપીના ખેરીથી અજય કુમાર ટેનીને તક આપી છે.