અપડેટ@દેશ: ખાલિસ્તાન મામલે વોટબેન્કની રાજનીતિ કરનાર કેનેડિયન પીએમ ટ્રૂડો માટે હવે ઘરઆંગણે જ મોટી મુસીબત

 ઉજ્જલ દોસાંઝ 17 વર્ષની ઉંમરે બ્રિટન આવ્યા હતા. 
 
અપડેટ@દેશ: ખાલિસ્તાન મામલે વોટબેન્કની રાજનીતિ કરનાર કેનેડિયન પીએમ ટ્રૂડો માટે હવે ઘરઆંગણે જ મોટી મુસીબત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

નિજ્જર જેવા ખાલિસ્તાની આતંકીના મોત મામલે ભારત સાથે પંગો લેનાર ટ્રૂડોના ઘરઆંગણે કેનેડામાં જ ખાલિસ્તાન બનાવવાની માગણી ઊભી થઈ છે, અને આ માગણી કરનાર કોઈ સામાન્ય નેતા નહીં પરંતુ એક ભારે પ્રભાવશાળી કેનેડિયન શીખ નેતા છે.કેનેડા સ્થિત બ્રિટિશ કોલંબિયાના પૂર્વ ગર્વનર અને પંજાબી મૂળના નેતા ઉજ્જલ દોસાંઝે કહ્યું કે જો કેનેડાના 2% શીખો પોતાના માટે ખાલિસ્તાન બનાવવાની માગણી કરી રહ્યા છે, તો કેનેડિયન સરકારે તેમની માગણી સ્વીકારવી જોઈએ, અને અલ્બર્ટા તેમજ સસ્કેચવનમાં તેમના માટે ખાલિસ્તાન બનાવવું જોઈએ. નોંધનીય છે કે આ બે પ્રાંત કેનેડાના એવા પ્રદેશ છે જ્યાં પહેલાથી જ કેનેડિયન શીખોની નોંધપાત્ર વસ્તી છે.

અપડેટ@દેશ: ખાલિસ્તાન મામલે વોટબેન્કની રાજનીતિ કરનાર કેનેડિયન પીએમ ટ્રૂડો માટે હવે ઘરઆંગણે જ મોટી મુસીબત 

એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે ભારત અને કેનેડાએ ફરીથી વાતચીતની શરૂઆત કરવી જોઈએ. દોસાંઝે કહ્યું કે જે કેનેડિયન શીખો ખાલિસ્તાનની માગણી કરી રહ્યા છે, તે ભારતને તોડવા માગતા નથી. ભારતના શીખો તેમના માટે ખાલિસ્તાનની માગણી કરી રહ્યા નથી. હું આ વર્ષની શરૂઆતમાં મે માસમાં ભારતના પંજાબમાં જ હતો અને એટલે હું આ બાબતની પુષ્ટિ કરી શકું છું કે ભારતના શીખોને ખાલિસ્તાન નથી જોઈતું. તો પછી ભારતે કેનેડિયન શીખોની નારેબાજીની ચિંતા કરવાની શું જરૂર છે? 

મહત્વનું છે કે કેનેડાની કુલ વસ્તી લગભગ 4 કરોડ છે, જેમાંથી 2021ની વસ્તી ગણતરી પ્રમાણે શીખોની આબાદી લગભગ 7 લાખ 70 હજાર જેટલી નોંધવામાં આવી છે. જે કેનેડાની કુલ વસ્તીના 2% જેટલી થવા જાય છે. જોકે કેનેડામાં ભારતીય મૂળના કુલ લોકોની આબાદી લગભગ 15 લાખ જેટલી છે.

કેનેડાના પ્રાંતોની વાત કરીએ તો બ્રિટિશ કોલંબિયા, મેનિટોબા, અલ્બર્ટા, ઓન્ટારિયો, યુકોન અને સસ્કેચવનમાં શીખોની વસ્તી સૌથી વધુ છે. કેનેડાની 2021ની વસ્તી ગણતરી અનુસાર, અલ્બર્ટામાં શીખોની વસ્તી 1 લાખ છે, જ્યારે સસ્કેચવનમાં 10 હજાર શીખો રહે છે. જ્યારે બ્રિટિશ કોલંબિયામાં સૌથી વધુ 2.9 લાખ શીખો રહે છે. ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની બ્રિટિશ કોલંબિયાના જ એક શહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

ઉજ્જલ દોસાંઝ 12 વર્ષ પહેલા જ કેનેડાના સક્રિય રાજકારણથી નિવૃત્ત થઈ ચૂક્યા છે. પરંતુ શીખ સમુદાયમાં તેમનો અવાજ હજુ પણ ઘણો જ પ્રભાવશાળી માનવામાં આવે છે. 1947માં પંજાબના જલંધરમાં જન્મેલા ઉજ્જલ દોસાંઝ 17 વર્ષની ઉંમરે બ્રિટન આવ્યા હતા. ચાર વર્ષ પછી કેનેડા આવ્યા. અહીં તેમને શ્રમિક તરીકે પણ કામ કરવું પડ્યું. પરંતુ તેણે પોતાનો અભ્યાસ ન છોડ્યો. ઉજ્જલ દોસાંઝે બ્રિટિશ કોલંબિયામાં પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કર્યો અને પછી કાયદાની ડિગ્રી લીધી. આ પછી તેણે પોતાની લો ફર્મ ખોલી.

તેઓ સતત હિંસા અને કટ્ટરપંથી વિચારધારાનો વિરોધ કરતા આવ્યા છે. તેમની રાજકીય કારકિર્દીમાં, ઉજ્જલ દોસાંઝ બ્રિટિશ કોલંબિયાના પ્રીમિયર હતા. તેઓ 2004 થી 2011 વચ્ચે સાંસદ હતા. દોસાંઝ ખાલિસ્તાનના વિરોધી રહ્યા છે. આ કારણોસર 1985માં તેમના પર હુમલો પણ થયો હતો. ત્યારબાદ તેમને 80 ટાંકા લેવા પડ્યા. ત્યારે તેમની ઉંમર 37 વર્ષની હતી. 1999માં ફરી એકવાર તેના પર હુમલો થયો હતો.