અપડેટ@દેશ: કેન્દ્રીય બેંક RBIએ ઓક્ટોબર મહિનાની બેંક રજાઓની યાદી જાહેર કરી

કુલ 16 દિવસ માટે બંધ રહેશે.
 
અપડેટ@દેશ: કેન્દ્રીય બેંક RBIએ ઓક્ટોબર મહિનાની બેંક રજાઓની યાદી જાહેર કરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ઓક્ટોબરમાં આજે મહિનાનાં બીજા દિવસે એટલેકે 2 ઓક્ટોબર 2023 ના રોજ ગાંધી જયંતિ નિમિત્તે બેંકમાં રજા રહેશે ચાલુ મહિનામાં મહાલય, કટી બિહુ, દુર્ગા પૂજા, નવરાત્રી, દશેરા, લક્ષ્‍મી પૂજા, સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિના કારણે દેશના વિવિધ ભાગોમાં બેંકો 16 દિવસ બંધ રહેશે. GST New Rule: જૂના કેસમાં હજારો ટેક્સ પેયર્સને મળી GSTની નોટિસ, હવે આટલા દિવસોમાં આપવો પડશે જવાબ મહિનાની શરૂઆત રજા સાથે થઈ સૌ પ્રથમ તો 1 ઓક્ટોબરે રવિવાર હોવાથી મહિનાની શરૂઆત રજા સાથે થયા બાદ આજે 2જી ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિત્તે બેંકોમાં રજા રહેશે. ઓક્ટોબર મહિનામાં આ ઉપરાંત દુર્ગા પૂજા, નવરાત્રી અને દશેરા જેવા ઘણા તહેવારો આવે છે. ઘણા તહેવારોને કારણે, બેંકો ઓક્ટોબરમાં 16 દિવસ માટે બંધ રહેશે.

આ 16 દિવસની રજાઓમાં ચારેય રવિવાર, બીજા અને ચોથા શનિવારનો સમાવેશ થાય છે. એકંદરે, ઓક્ટોબરમાં, બેંકો સાપ્તાહિક રજાઓને કારણે 6 દિવસ અને તહેવારોને કારણે 10 દિવસ બંધ રહેશે. તમે RBIની સત્તાવાર વેબસાઇટ https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspxની આ લિંક પર ક્લિક કરીને રજાઓની યાદીપણ જોઈ શકો છો. બેંકની રજાઓ દરમિયાન કામ કેવી રીતે પૂર્ણ કરવું જો બેંકની રજાના દિવસે કોઈ તાકીદનું કામ હોય તો એટીએમ, ઈન્ટરનેટ બેંકિંગ, નેટ બેંકિંગ અને અન્ય સેવાઓનો ઉપયોગ કરી શકાશે. આ સિવાય તમે એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે પણ UPI નો ઉપયોગ કરી શકો છો. આ સાથે તમે ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો પણ સરળતાથી ઉપયોગ કરી શકો છો.