અપડેટ@છત્તીસગઢ: પતિએ પત્નીના હાથ-પગને દોરડાથી બાંધ્યા,કપડાં ફાડ્યા, માથું મુંડાવ્યું, પેશાબ પીવડાવ્યો

આ આખી ઘટનાનો પોતાના બાળકો પાસે જ વીડિયો પણ બનાવડાવ્યો.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

છત્તીસગઢમાંથી હદય દ્રાવક ઘટના સામે આવી છે. છત્તીસગઢના કોરિયા જિલ્લામાં પતિએ પત્નીના હાથ-પગને દોરડાથી બાંધ્યા. ત્યારબાદ મહિલાના કપડા ફાડી નાખ્યા, ચપ્પલથી માર માર્યો, વાળ ખેંચીને ઘણા થપ્પડ માર્યા. પતિ અહીં જ ન અટક્યો, કાતરથી પત્નીના વાળ કાપ્યા, પછી તેનું માથું મુંડાવી દીધું, ચહેરા પર કાળી શાહી ચોપડી દીધી.

જ્યારે પિતાના કહેવા પર બાળકોએ પણ પોતાની માતાને ઘણા થપ્પડ માર્યા. જ્યારે આનાથી પણ મન ન ભરાયું તો પતિએ બાળક પાસે પત્નીને પેશાબ પીવડાવ્યો. પછી પોતાનો પેશાબ પણ પીવડાવ્યો. આ આખી ઘટનાનો પોતાના બાળકો પાસે જ વીડિયો પણ બનાવડાવ્યો.

વીડિયોમાં પતિ કહે છે કે બાળકોને છોડીને બીજા કોઈની સાથે રહેતી હતી. જીજાજી સાથે પછી ભાણેજ સાથે ભાગી ગઈ હતી. જણાવી દઈએ કે બંનેના 2006માં લવ મેરેજ થયા હતા. પરંતુ થોડા સમય પહેલા મહિલા પતિથી અલગ પંડોપારામાં રહેતી હતી.

આ મામલો પટના પોલીસ સ્ટેશન વિસ્તારના પંડોપારા સ્થિત કાટકોના ગામનો છે. પત્નીની ફરિયાદ પર પોલીસે FIR નોંધી છે. આરોપી પતિ જીતેન્દ્ર ઘસિયાને સુરજપુરથી પકડી લેવામાં આવ્યો છે.