અપડેટ@દેશ: હિમાચલમાં 3 જગ્યાએ વાદળ ફાટતા 8 લોકોનાં મોત, 52 ગુમ

જ્યારે 52 લોકો ગુમ છે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. કેટલીક જગ્યાઓ પર પૂરની સ્થિતિ સર્જાઈ.  હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ 3 જગ્યાએ વાદળ ફાટવાના સમાચાર છે. કુલ્લુ, મંડી અને રામપુરમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. રામપુરના સમેજ ખડ્ડમાં વાદળ ફાટતાં સમેજ ગામના અનેક ઘરો તણાઈ ગયા હતા. જેમાં 8નાં મોત થયા છે, જ્યારે 52 લોકો ગુમ છે. નદીના નાળાના જળસ્તરમાં વધવાને કારણે મલાણામાં પાવર પ્રોજેક્ટ 1નો ડેમ તૂટ્યો હતો.

બુધવારે ઉત્તરાખંડના ટિહરી ગઢવાલના ઘનસાલીમાં બુધવારે રાત્રે વાદળ ફાટ્યું હતું. આ ઘટનામાં બે લોકોના મોત થયા હતા. એક વ્યક્તિ ઘાયલ છે. મંડીના ચૌહર ઘાટીમાં પણ મુશળધાર વરસાદ બાદ એક મકાન કાટમાળમાં ધસી ગયું હતું. બે પરિવારના છ સભ્યો ગુમ છે.

હિમાચલ પ્રદેશમાં વરસાદે તારાજી સર્જી છે. અહીં કુલ્લુ જિલ્લાના મણિકર્ણના મલાણા ગામમાં બનેલ પાવર પ્રોજેક્ટનો ડેમ તૂટી ગયો છે. ડેમ તૂટતા અને ખીણમાં પૂર આવતા હાહાકાર મચી ગયો છે. મોડી રાતે પડેલા વરસાદને કારણે બિયાસ નદી પણ પૂર આવ્યું છે. મનાલી શહેરની નજીક બિયાસ નદીએ પોતાનો માર્ગ બદલી નાખ્યો છે અને હાઈવે પર વહેવા લાગી છે. ભૂસ્ખલનને કારણે ચંદીગઢ મનાલી નેશનલ હાઈવે ઘણી જગ્યાએ બંધ છે. હાલમાં પાર્વતી નદીમાં ભારે પૂરના કારણે આસપાસના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, મંડી બેઠકથી કંગના રણૌત ભાજપના સાંસદ છે.


મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, લેહ મનાલી હાઈવે પલચાન પાસે બંધ કરી દેવામાં આવ્યો છે. આ સિવાય બિયાસ નદીના રોદ્ર સ્વરૂપના કારણે ચંદીગઢ મનાલી નેશનલ હાઈવે ઘણી જગ્યાએ તૂટી ગયો છે. હાલમાં કોઈ જાનહાનિ થઈ નથી. બીજી તરફ પાર્વતી નદીમાં આવેલા પૂરના કારણે શાકભાજી માર્કેટની એક ઈમારત ધ્વસ્ત ગઈ છે.

મંડીના ડેપ્યુટી કમિશનર અપૂર્વ દેવગન રાહત અને બચાવ ટીમ સાથે ઘટના સ્થિળે માટે રવાના થઈ ગયા છે. રાહત અને બચાવ કામગીરી માટે NDRF, SDRF અને એરફોર્સની મદદ માંગી છે.

રુદ્રપ્રયાગમાં પણ કેદારનાથ મંદિરથી લગભગ 4 કિમી દૂર વાદળ ફાટ્યું હતું. આ ઘટના બુધવારે રાત્રે 9 વાગ્યે ગૌરીકુંડથી આગળ રામબાડા અને જંગલચટ્ટીની વચ્ચે ફૂટપાથ પર ભીમ બાલીના ગડેરા ખાતે બની હતી. થોડીવારમાં કેટલાય મીમી પાણી વરસ્યું અને પહાડો પરથી ખડકો પડવા લાગ્યા હતા.

યાત્રાના રૂટમાં 30 મીટરનો રોડ તૂટીને મંદાકિનીમાં સમાઈ ગયો હતો. ઘટના સમયે ત્યાં કોઈ યાત્રી નહોતા, પરંતુ મંદિર, રામબાડા, ગૌરીકુંડની બહાર યાત્રીકો હાજર હતા. અહીં 200થી વધુ લોકો ફસાયેલા છે, તેમને બચાવવા માટે ગૌરીકુંડથી SDRFને રવાના કરવામાં આવી છે. હાલ યાત્રા રોકી દેવામાં આવી છે.

ઉત્તરાખંડમાં મંદાકનીમાં પૂર બાદ શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી ગઈ હતી
વાદળ ફાટ્યા બાદ મંદાકિનીમાં પૂરને કારણે ગૌરીકુંડથી સોનપ્રયાગ સુધીના રસ્તાઓ પર નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. મંદાકિનીનું જળસ્તર વધતું જોઈને સોનપ્રયાગ અને ગૌરીકુંડની હોટલ ખાલી કરાવવામાં આવી હતી. રૂદ્રપ્રયાગના ડીએમ સૌરભ ગહરવારના જણાવ્યા અનુસાર યાત્રાને રોકી દેવામાં આવી છે. લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે.

બુધવારે વરસાદ બાદ ઝારખંડના રોહતાસમાં કશિશ વોટર ફોલમાં અચાનક પાણી વધી ગયું હતું. જેના કારણે અહીં ફરવા ગયેલા 30થી વધુ લોકો ફસાઈ ગયા હતા. જોકે, બાદમાં બધાએ હિંમત એકઠી કરી એક બીજાનો હાથ પકડી પાણીના ભારે વહેણમાંથી બહાર નીકળ્યા હતા.


વરસાદના રેડ એલર્ટને કારણે દિલ્હી અને કર્ણાટકના કેટલાક જિલ્લાઓમાં ગુરુવારે મોડી રાત્રે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગ (IMD)એ ગુરુવારે (1 ઓગસ્ટ) 24 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. કર્ણાટકમાં ઓરેન્જ એલર્ટના કારણે આજે સ્કૂલો અને કોલેજો બંધ રાખવામાં આવી છે.


સંસદ, સુપ્રીમ કોર્ટ, એઈમ્સ, લ્યુટિયન્સ દિલ્હી, ભારત મંડપમ, ઈન્ડિયા ગેટ-રિંગ રોડ ટનલ, પ્રગતિ મેદાન પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક વૃક્ષો ધરાશાયી થયા. જે મુસાફરીમાં દરરોજ 20 મિનિટ સમય લેતી હતી તેમાં 4:30 કલાકથી વધુ સમય લાગ્યો હતો.

ખરાબ હવામાનને કારણે 7:30 થી 8 વાગ્યાની વચ્ચે 10 ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી હતી. 8ને જયપુર, 2ને લખનૌ મોકલવામાં આવી હતી. હવામાન વિભાગે દિલ્હીમાં આગામી 24 કલાક માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે એલજીએ અધિકારીઓને સતર્ક રહેવા જણાવ્યું છે. ઉત્તર દિલ્હીના સબઝી મંડી વિસ્તારમાં એક ઈમારત ધરાશાયી થઈ છે. દિલ્હીના મયુર વિહાર ફેઝ થ્રીમાં એક મહિલા અને એક બાળક નાળામાં તણાઈ ગયા હતા. ભોંયરામાં પાણી ભરાવાને કારણે ત્રણ દિવસ પહેલા ચર્ચામાં રહેલું જુનું રાજેન્દ્ર નગર ફરી પાણી ભરાઈ ગયું હતું.

બુધવારે સાંજે દિલ્હીના સબઝી મંડી વિસ્તારમાં એક ઈમારત ધરાશાયી થઈ હતી. મોડી રાત્રે પણ એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી.


વાદળ ફાટ્યા બાદ મંદાકિનીમાં પૂરને કારણે ગૌરીકુંડથી સોનપ્રયાગ સુધીના રસ્તાઓ પર નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. મંદાકિનીનું જળસ્તર વધતું જોઈને સોનપ્રયાગ અને ગૌરીકુંડની હોટલ ખાલી કરાવવામાં આવી હતી. રૂદ્રપ્રયાગના ડીએમ સૌરભ ગહરવારના જણાવ્યા અનુસાર યાત્રાને રોકી દેવામાં આવી છે. લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે.