અપડેટ@દેશ: આવાનાર લોકસભાની ચૂંટણીની તૈયારીઓ કોંગ્રેસે આરંભિ દીધી છે.

કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
 
અપડેટ@દેશ: આવાનાર લોકસભાની ચૂંટણીની તૈયારીઓ કોંગ્રેસે આરંભિ દીધી છે. 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

થોડાજ સમયમાં  ચૂંટણી આવી રહી છે. ત્યારે વલસાડ ડાંગ લોકસભા મત ક્ષેત્રના કાર્યકર્તાઓની બેઠક યોજાઇ હતી અને સંમેલન યોજાયું હતું. આ કાર્યકર્તા સંમેલનમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક હાજર રહ્યા હતા. આ દરમ્યાન આગામી ચૂંટણી સહિતના મુદાઓ અંગે તેમણે વાતચીત કરી હતી.

મુકુલ વાસનિકે જણાવ્યું કે જે ઇન્ડિયા ગડબંધન થયું છે. જે આવનાર તમામ ચૂંટણીમાં કોંગ્રેસને ફાયદો કરાવશે અને કોંગ્રેસ પોતાની જીત મેળવશે. વલસાડ ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસના પ્રભારી સુખરામ રાઠવા, વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ, માજી સાંસદ કિશન પટેલ અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યકર્તા સંમેલનમાં વલસાડ ડાંગ લોકસભા બેઠકના વિસ્તારમાં આવતા વલસાડ જિલ્લા ઉપરાંત વાંસદા, ચીખલી અને ડાંગના કોંગ્રેસના સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહત્વપૂર્ણ છ કે આ બેઠક પર વિજય મેળવવા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને અગ્રણીઓને અત્યારથી જ તૈયાર કરવામાં આવી રહ્યા છે.