અપડેટ@દેશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચાવાળા તરીકે દર્શાવતો કોંગ્રેસના નેતાઓએ એક AI વીડિયો બનાવ્યો, ભાજપે કહ્યું- મોદીની મજાક ઉડાવી, વિવાદ ઊભો થયો

ભાજપે વીડિયોની ટીકા કરતા કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે.
 
અપડેટ@દેશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચાવાળા તરીકે દર્શાવતો કોંગ્રેસના નેતાઓએ એક AI વીડિયો બનાવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચાવાળા તરીકે દર્શાવતો કોંગ્રેસના નેતાઓએ એક AI વીડિયો બનાવ્યો છે. જેના કારણે ઉગ્ર વિવાદ ઊભો થયો છે. વીડિયોમાં PMને ચાવાળા તરીકે દર્શાવવામાં આવ્યા છે. તેમના હાથમાં ચાની કીટલી છે.

ભાજપે વીડિયોની ટીકા કરતા કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ X પર પોસ્ટમાં લખ્યું- નામદાર કોંગ્રેસ OBC સમુદાયમાંથી આવતા કામદાર વડાપ્રધાનને સહન કરી શકતી નથી.

પૂનાવાલાએ લખ્યું- PM મોદી ગરીબ બેકગ્રાઉન્ડમાંથી આવે છે. કોંગ્રેસે અગાઉ પણ તેમનાં બેકગ્રાઉન્ડની મજાક ઉડાવી હતી. તેમણે તેમને 150 વખત ગાળો આપી હતી. તેમણે બિહારમાં તેમની માતાને ગાળો આપી હતી. જનતા તેમને ક્યારેય માફ નહીં કરે.

જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે કોંગ્રેસ દ્વારા PM મોદીનો AI વીડિયો બનાવવામાં આવ્યો હોય. આ પહેલા 12 સપ્ટેમ્બરે બિહાર કોંગ્રેસે પોતાના X હેન્ડલ પર PMનો એક AI જનરેટેડ વીડિયો પોસ્ટ કર્યો હતો.

36 સેકન્ડના AI વીડિયોમાં PM મોદીને મળતી વ્યક્તિ અને તેમની દિવંગત માતા હીરાબેન જેવી દેખાતી મહિલાને દર્શાવવામાં આવી હતી. વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું- સાહેબના સપનામાં આવી મા. જુઓ રસપ્રદ સંવાદ.