અપડેટ@દેશ: આફ્રિકાના સહારા રણમાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ બાદ પૂર

50 વર્ષથી સુકાયેલું તળાવ ફરી જીવંત થયું, મોરોક્કોમાં 2 દિવસમાં વર્ષ જેટલો વરસાદ થયો

 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચોમાસાની વિદાય સમયે કેટલાક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે.  આફ્રિકાના સહારા રણમાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ બાદ પૂર આવ્યું છે. મોરોક્કન હવામાન વિભાગ અનુસાર, મોરોક્કોમાં 2 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. આનાથી દેશમાં આખા વર્ષ દરમિયાન સરેરાશ વરસાદનો રેકોર્ડ તોડ્યો છે. મોરોક્કોની રાજધાની રાબાતથી 450 કિમી દૂર એક ગામમાં 24 કલાકમાં લગભગ 4 ઈંચ વરસાદ પડ્યો છે.

હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું કે, છેલ્લા 50 વર્ષમાં પ્રથમ વખત સહારાના રણમાં આટલા ઓછા સમયમાં આટલો વરસાદ થયો છે. નાસાની ઉપગ્રહની તસવીરોમાં ઈરીકી તળાવમાં પાણી ભરાઈ રહ્યું છે, જે છેલ્લા 50 વર્ષથી સુકાઈ ગયું હતું.

સહારાના રણમાં રેતીની વચ્ચે પાણી ભરાતા તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. અગાઉ 1974માં સહારા રણમાં 6 વર્ષના દુષ્કાળ પછી વરસાદ પડ્યો હતો જે બાદમાં પૂરમાં ફેરવાઈ ગયો હતો.