અપડેટ@દેશ: ઓલિમ્પિક પહેલાં ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો, જાણો સમગ્ર બનાવ

8 લાખ લોકો સ્ટેશનમાં ફસાયા

 
અપડેટ@દેશ: ઓલિમ્પિક પહેલાં ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો, જાણો સમગ્ર બનાવ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં હુમલાના અવાર-નવાર કેટલાક બનાવો સામે આવતા હોય છે. ફરી એકવાર હુમલાની ઘટના સામે આવી છે. ફ્રાન્સમાં ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીથી લગભગ 10 કલાક પહેલાં શુક્રવારે પેરિસમાં ટ્રેન નેટવર્ક પર હુમલો થયો છે. અનેક રેલવે લાઇન પર આગ લગાડવાની ઘટના સામે આવી છે. BBCના રિપોર્ટ પ્રમાણે પેરિસથી આવતી-જતી અનેક ટ્રેનને રદ્દ કરી દેવામાં આવી છે. અનેક ટ્રેન 90 મિનિટ મોડી ચાલી રહી છે.

યૂરોસ્ટાર કંપનીએ જણાવ્યું હતું કે તેમણે અનેક ટ્રેન કેન્સલ કરી દીધી છે. લંડનથી પેરિસની રેલવે સર્વિસ પર હુમલાની અસર થઈ છે. હુમલાને જોતા અનેક ટ્રેન ડાયવર્ટ કરી દેવામાં આવી છે. ફ્રાન્સની સરકારી રેલવે કંપની SNCFએ બધા જ મુસાફરો માટે ચેતાવણી જાહેર કરી છે. તેમણે સ્ટેશન ન જવાની સલાહ આપી છે.

SNCFએ જણાવ્યું કે હુમલાના કારણે 8 લાખ લોકો પ્રભાવિત થયા છે. તેમણે પોતાના સેંકડો કર્મચારીઓને ટ્રેન વ્યવસ્થા ઠીક કરવા માટે કામે લગાડી દીધા છે. ફ્રાન્સના ટ્રાન્સપોર્ટ મંત્રી પૈટ્રિસ વર્ગરાઇટે સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે તેઓ સતત SNCF સાથે સંપર્કમાં છે.

ફ્રાન્સની નેશનલ રેલવે કંપનીએ જણાવ્યું કે દેશમાં કુલ 4 મુખ્ય હાઈ-સ્પીડ ટ્રેન લાઈન છે, જે આખા દેશને પેરિસ સાથે જોડે છે. તેમાંથી ત્રણ ઉપર હુમલો થયો છે, જ્યારે 1 રેલવે લાઇન પર હુમલો નિષ્ફળ કરવામાં આવ્યો છે. જે લાઇન પર હુમલો થયો તેમાં અટલાન્ટિક, નોર્ધન અને ઈસ્ટર્ન લાઈન સામેલ છે.

હુમલાની શરૂઆત ફ્રાન્સના આરસ શહેરમાં થઈ, જે પેરિસથી લગભગ 160 કિમી દૂર છે. તે પછી કોર્ટલેન શહેરમાં હાજર ટૂર્સ એન્ડ લે મન્સ લાઇન પર બીજો હુમલો થયો. આ શહેર પેરિસથી લગભગ 144 કિમી દૂર છે.

SNCF ચીફે કહ્યું કે અમારા રેલ નેટવર્ક અને ટ્રાફિકને રાત્રે રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પેરિસના પશ્ચિમ, ઉત્તર અને પૂર્વમાં ચાલતી ટીજીવી લાઇન પર ત્રણ જગ્યાએ આગની ઘટનાઓ બની. લ્યોન અને મેડીટેરિયન સાગરના દક્ષિણ તરફ જતી રેલવે લાઇન પર આગ લગાડવાની કોશિશને અસફળ કરવામાં આવી.


ફાન્સની રાજધાની પેરિસમાં આજથી ઓલિમ્પિક રમતોની શરૂઆત થવા જઈ રહી છે. પેરિસ ઓલિમ્પિકનું આયોજન 26 જુલાઈથી લઇને 11 ઓગસ્ટ સુધી કરવામાં આવશે. આજે યોજાનારી ઓપનિંગ સેરેમનીમાં લગભગ 3 લાખ દર્શકો અને 7500 ખેલાડીઓ સામેલ થવાના છે.

ઉદ્ઘાટન સમારોહ સેન નદી પર એક ઓપન-એર સેરેમનીમાં થશે. જેની સુરક્ષા માટે 45 હજાર સૈનિક તૈનાત રહેશે. ત્યાં જ, આખા ટૂર્નામેન્ટની સુરક્ષા માટે પેરિસમાં 35 હજાર સૈનિક તૈનાત કરવામાં આવ્યા છે.