અપડેટ@દેશ: 50મી ટેસ્ટમાં બ્લંડેલની યાદગાર ફિફ્ટી, ન્યૂઝીલેન્ડ 246/5

50મી ટેસ્ટમાં ફિફ્ટી ફટકારીને નોટઆઉટ પરત ફર્યો, આકાશદીપે 2 વિકેટ લીધી
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ભારત સામેની બીજી અને અંતિમ ટેસ્ટના પ્રથમ દિવસે ન્યૂઝીલેન્ડે 85 ઓવરમાં 5 વિકેટે 246 રન બનાવ્યા છે. દિવસના અંતે ટોમ બ્લંડેલ 53 રન અને ગ્લેન ફિલિપ્સ 36 રન સાથે નોટઆઉટ પરત ફર્યા હતા.

ટોમ બ્લંડેલ પોતાની 50મી ટેસ્ટ રમી રહ્યો છે. તેણે આ ખાસ મેચમાં 117 બોલમાં 6 ચોગ્ગા સાથે અણનમ 53 રન બનાવીને ટીમને સંકટમાંથી બહાર કાઢી હતી.

*ભારતની શાનદાર શરૂઆત:*

ટોસ જીતીને ભારતે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ડેબ્યુ કરનાર ગુરનૂર બ્રારે તરત જ અસર બતાવી હતી. બીજા સેશનમાં આકાશદીપ અને અંશુલ કામ્બોજે મળીને ન્યૂઝીલેન્ડને 110/4 પર લાવી દીધું હતું.

આકાશદીપે કેપ્ટન ટોમ લાથમને 59 રને અને રચિન રવિન્દ્રને 0 રને આઉટ કર્યો હતો. તે ભારતનો સૌથી સફળ બોલર રહ્યો - 2 વિકેટ, 52 રન.

*સ્કોર બોર્ડ:*

*ન્યૂઝીલેન્ડ - 246/5*

ટોમ લાથમ - 59, ટોમ બ્લંડેલ - 53_, ગ્લેન ફિલિપ્સ - 36_, ડેવોન કોનવે - 31, ડેરિલ મિશેલ - 31

*ભારત -* આકાશદીપ 2/52, ગુરનૂર બ્રાર 1/52, અંશુલ કામ્બોજ 1, વોશિંગ્ટન સુંદર 1

બીજા દિવસે ન્યૂઝીલેન્ડ બ્લંડેલ અને ફિલિપ્સ સાથે આગળ રમશે.