અપડેટ@દેશ: જાપાનની ધરતી પર ભૂકંપના આંચકા આવ્યા, જાણો વિગતે

1 જાન્યુઆરી 2024એ આવ્યો ખતરનાક ભૂકંપ
 
ઘટના@કચ્છ: વહેલી સવારે 4.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો, અનેક વિસ્તારોમાં ભૂકંપ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

નવા વર્ષની સવાર બાદ એકવાર ફરીથી જાપાનની ધરતી પર ભૂકંપનો અનુભવ થયો છે. જીએફજેડ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાયન્સે કહ્યું કે મંગળવારે જાપાનના હોંશૂના પશ્ચિમી તટની પાસે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.0ની મપાઈ છે. જો કે ભૂકંપ બાદ હવે કોઈ જાનહાનિની જાણકારી સામે આવી નથી. આ પહેલા રવિવારે 5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નવા વર્ષની શરૂઆત જ જાપાન માટે સારી રહી ન હતી. 1 જાન્યુઆરીએ દેશમાં ખતરનાક ભૂકંપ બાદ સુનામીની ચેતવણી અપાઈ હતી.

1 જાન્યુઆરી 2024એ આવ્યો ખતરનાક ભૂકંપ

આ વર્ષના પહેલા દિવસે અહીં ખતરનાક ભૂકંપ આવ્યો. 7.6ની તીવ્રતાના આ ભૂકંપે દેશભરમાં તબાહી મચાવી. સુનામીને લઈને પણ ચેતવણી આપવામાં આવી હતી. સાથે આ સમયમાં ભૂકંપ આવવાને લઈને શક્યતાઓ રાખવામાં આવી હતી. 1 જાન્યુઆરીએ આવેલા ભૂકંપમાં અત્યાર સુધી 126 લોકોના મોત થયા છે. અનેક દુકાનો અને મકાનોને પણ ભારે નુકસાન થયું હતું.