અપડેટ@દેશ: બંદૂકધારીઓએ પોલીસ વાન પર હુમલો કર્યો અને એક ખૂંખાર કેદીને ભગાડી ગયા, 2ના મોત
3 લોકો ઘાયલ
Updated: May 15, 2024, 08:12 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાંજ હુમલાની એક ભયાનક ઘટના સામે આવી છે, જેમાં 2 પોલીસના મોત નીપજ્યા. ફ્રાન્સમાં, મંગળવારે કેટલાક બંદૂકધારીઓએ પોલીસ વાન પર હુમલો કર્યો અને એક ખૂંખાર કેદીને ભગાડી ગયા હતા. હુમલાખોરોએ બે પોલીસકર્મીઓની હત્યા કરી હતી, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ફ્રાંસના વડા પ્રધાન ગેબ્રિયલ અટાલે સંસદને માહિતી આપી હતી કે હુમલો ભારતીય સમય અનુસાર બપોરે 2:30 વાગ્યે ઈન્કારવિલેમાં થયો હતો, જ્યારે પોલીસ કેદીને રૂએન કોર્ટમાંથી જેલમાં લઈ જઈ રહી હતી. આ દરમિયાન તેના સાથીઓએ મોટરવે ટોલ પર પોલીસ પર હુમલો કર્યો હતો.
અટાલે કહ્યું કે આ લોકોએ ફ્રાન્સની પ્રજાસત્તાક અને ન્યાય વ્યવસ્થાને નિશાન બનાવી છે. પોલીસકર્મીઓના મૃત્યુ પર સંસદમાં એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.