અપડેટ@દેશ: નોર્થ કોરિયામાં સરકારે 30 સગીર વિદ્યાર્થીઓને જાહેરમાં ગોળી મારી

વિદ્યાર્થીઓને જાહેરમાં ગોળી
 
અપડેટ@દેશ: નોર્થ કોરિયામાં સરકારે 30 સગીર વિદ્યાર્થીઓને જાહેરમાં ગોળી મારી 

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે.  ઉત્તર કોરિયામાં કિમ જોંગ ઉનની સરમુખત્યારશાહી સરકારે 30 સગીર વિદ્યાર્થીઓને જાહેરમાં ગોળી મારી દીધી હતી. આ વિદ્યાર્થીઓ પર આરોપ હતો કે તેઓ દક્ષિણ કોરિયામાં બનેલી સિરિયલો જોતા હતા, જેને કોરિયન ડ્રામા અથવા કે-ડ્રામા કહેવામાં આવે છે. કોરિયન અખબાર 'જોંગએંગ ડેઇલી' અનુસાર, આ ઘટના ગયા અઠવાડિયે બની હતી, જેની વિગતો હવે સામે આવી છે.

દક્ષિણ કોરિયાની સ્થાનિક ટીવી ચેનલ 'ચોસુન' અનુસાર, વિદ્યાર્થીઓએ પેન ડ્રાઈવમાં સંગ્રહિત દક્ષિણ કોરિયાના ઘણા નાટકો જોયા હતા. આ પેન ડ્રાઈવો ગયા મહિને સિઓલથી બલૂન મારફતે ઉત્તર કોરિયા મોકલવામાં આવી હતી.


ઉત્તર કોરિયામાં જાપાની, કોરિયન અને અમેરિકન ડ્રામા પર પ્રતિબંધ છે. માત્ર રશિયન સિનેમા અથવા સરકાર જે પણ યોગ્ય માને છે તે ત્યાં બતાવવામાં આવે છે.