અપડેટ@દેશ: ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ લેબેનાનમાં હિઝબુલ્લાહના 1600 ટાર્ગેટને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યો
અત્યાર સુધીમાં 492 માર્યા ગયા, 1645 ઘાયલ; નેતન્યાહુએ કહ્યું- લોકો વચ્ચે ન પડે, અમારી જંગ હિઝબુલ્લાહ સાથે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં હુમલાની અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. ફરી એકવાર હુમલાની ભયાનક ઘટના સામે આવી છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) એ સોમવારે લેબેનાનમાં હિઝબુલ્લાહના 1600 ટાર્ગેટને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા હતા. 10 હજાર રોકેટને નષ્ટ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. તે જ સમયે, લેબેનાનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે આ હુમલામાં અત્યાર સુધીમાં 492 લોકોના મોત થયા છે. તેમાંથી 58 મહિલાઓ અને 35 બાળકો છે. 1,645 લોકો ઘાયલ થયા છે.
અલ જઝીરા અનુસાર, 2006માં ઇઝરાયલ-લેબેનાન યુદ્ધ બાદ લેબેનાન પર આ સૌથી મોટો હુમલો છે. લેબેનાનમાં બુધવાર, 25 સપ્ટેમ્બર સુધી શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી છે. લોકોને સલામત સ્થળે મોકલવામાં આવ્યા છે.
ઇઝરાયલે લેબેનાનમાં હાથ ધરાયેલા ઓપરેશનને "નોર્થન એરોઝ" નામ આપ્યું છે. IDFનો દાવો છે કે હિઝબુલ્લાહ દક્ષિણ લેબેનાનના ઘરોમાં મિસાઈલો છુપાવી રહ્યું છે જે લગભગ એક વર્ષથી ઈઝરાયલ પર છોડવામાં આવી છે.
તે જ સમયે, યુએન ચીફ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું છે કે તેઓ નથી ઈચ્છતા કે લેબેનાન બીજું ગાઝા બને. બીજી તરફ લેબેનાન તરફથી વળતા હુમલાની આશંકા વચ્ચે ઈઝરાયલમાં એક સપ્તાહની ઈમર્જન્સી લાદવામાં આવી છે. સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટના આદેશ પર, કેબિનેટ પ્રધાનોએ ઇમર્જન્સી પર ફોનથી મતદાન કર્યું.
ઇઝરાયલી સૈન્યએ હિઝબુલ્લાના સ્થાનોની નજીક રહેતા લોકોને તાત્કાલિક તેમના ઘર છોડી દેવાની ચેતવણી આપી હતી. ટાઈમ્સ ઓફ ઈઝરાયલ અનુસાર, IDFના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો છે.
વીડિયોમાં પ્રવક્તા હગારીએ લેબનીઝ નાગરિકોને ખતરાના વિસ્તારથી દૂર ખસી જવા કહ્યું હતું. તેણે કહ્યું કે ઈઝરાયલની સેના હિઝબુલ્લાહ વિરુદ્ધ વધુ ઘાતક હુમલા કરવા જઈ રહી છે.
હગારીએ કહ્યું કે હિઝબુલ્લાહે ઘરો અને ઈમારતોમાં શસ્ત્રોનો સંગ્રહ કર્યો છે. જો તમે એવી ઇમારતમાં છો જ્યાં શસ્ત્રો છે, તો તેને શક્ય તેટલી વહેલી તકે છોડી દો. તેમણે કહ્યું કે આ સંદેશ લેબનોનમાં તમામ નેટવર્ક અને પ્લેટફોર્મ પર અરબીમાં મોકલવામાં આવી રહ્યો છે.
સીએનએન અનુસાર, લેબનીઝ રેડિયો સ્ટેશન હેક કરવામાં આવ્યું હતું. આ પછી સાઉથ લેબનોનથી લોકોને સુરક્ષિત સ્થાનો પર જવા માટે કહેવામાં આવ્યું હતું. રેડિયો સ્ટેશન વોઈસ ઓફ લેબનોન સોમવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી.
લેબનોનની ટેલિકોમ કંપનીએ જણાવ્યું કે સોમવારે દેશભરમાં 80 હજાર લોકોને અજાણ્યા નંબરો પરથી ઓટોમેટિક કોલ આવ્યા હતા. જેમાં લોકોને સલામત સ્થળે જવા માટે કહેવામાં આવ્યું હતું. કંપનીએ કહ્યું કે આ કોલ્સ ક્યાંથી કરવામાં આવ્યા છે તે જાણી શકાયું નથી.
ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ મુજબ આઈડીએફએ લેબેનોનમાં હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર અલી કરાકીના ઠેકાણા પર હુમલો કર્યો છે. કરાકી દક્ષિણ લેબનોન વિસ્તારનો કમાન્ડર છે. આ હુમલામાં તે માર્યો ગયો કે નહીં તેની પુષ્ટિ થઈ નથી.
અલી કરાકી હિઝબુલ્લાના ચીફ નસરાલ્લાહ પછી બીજા નેતા હોવાનું કહેવાય છે. IDF પહેલા જ હિઝબુલ્લાહના 2 ટોચના નેતાઓને મારી ચૂક્યું છે. ટોપ કમાન્ડર ઈબ્રાહિમ અકીલ શુક્રવારે એર સ્ટ્રાઈકમાં માર્યો ગયો હતો. હિઝબુલ્લાહનો મુખ્ય કમાન્ડર ફુઆદ શુકર પણ ઓગસ્ટમાં માર્યો ગયો હતો.
ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ મુજબ ઈઝરાયલની સેનાનું કહેવું છે કે હિઝબુલ્લાહે લોકોના એપાર્ટમેન્ટમાં મિસાઈલ લોન્ચર છૂપાવી રાખ્યા છે. ત્યાંથી તેઓ ઈઝરાયલ પર હુમલો કરે છે. ઈઝરાયલ આ ઈમારતોને નષ્ટ કરવા માંગે છે. તેથી ઈઝરાયલે અહીં રહેતા સામાન્ય લોકોને તેમના ઘર છોડવા માટે કહ્યું છે.
ઇઝરાયલના બોમ્બ ધડાકા બાદ સિડોન શહેરમાં સુરક્ષિત સ્થળોએ આશરો મેળવી રહેલા લોકો. ઈરાને લેબનોન પરના હુમલાને ઈઝરાયલનું 'પાગલપન' ગણાવ્યું છે. તેમજ ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી હતી. હમાસે લેબનોન પર ઈઝરાયલ હુમલાની પણ નિંદા કરી હતી. હમાસે કહ્યું કે આ યુદ્ધ અપરાધ છે.
આ પછી ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ દેશને એક સંદેશ જારી કર્યો. તેણે કહ્યું- ઑક્ટોબર 7થી, ઇઝરાયલે દક્ષિણ લેબનોન પર 8,000 થી વધુ હવાઈ હુમલાઓ કર્યા છે. છેલ્લા 11 મહિનામાં લગભગ 80 હજાર લોકો અહીંથી સ્થળાંતર કરી ગયા છે.