અપડેટ@દેશ: રાહત સામગ્રી માટે ઊભેલા લોકો પર ઈઝરાયેલે ગોળીબાર કર્યો , ૧૧૨ના મોત, જાણો વધુ વિગતે

ઈઝરાયેલની સેનાને જવાબદાર ગણાવી છે.
 
અપડેટ@દેશ: રાહત સામગ્રી માટે ઊભેલા લોકો પર ઈઝરાયેલે  ગોળીબાર કર્યો , ૧૧૨ના મોત, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર કેટલાક બનાવો સામે આવતા હોય છે. ગાઝામાં રાહત પુરવઠાની રાહ જોઈ રહેલા ૧૦૦ થી વધુ પેલેસ્ટાઈન ગોળીબારમાં માર્યા ગયા છે. પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયે આ ફાયરિંગ માટે ઈઝરાયેલની સેનાને જવાબદાર ગણાવી છે. ફાયરિંગમાં ૭૫૦થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયે આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે.આ ઘટના ત્યારે બની જ્યારે આજે ગાઝા પ્રશાસને કહ્યું કે ૭ ઓક્ટોબરથી આ યુદ્ધમાં ૩૦ હજારથી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે.

મીડિયા ઓફિસે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં તેમાં ઓછામાં ઓછા ૧૩,૨૩૦ બાળકોનો સમાવેશ થાય છે. જેમાં સાત બાળકો ભૂખમરાથી મૃત્યુ પામ્યા હતા. જેમાં ૮ હજારથી વધુ મહિલાઓ પણ છે.અલજઝીરાના અહેવાલ મુજબ, આ ઘટના સ્થાનિક સમય અનુસાર સવારે ૪.૩૦ વાગ્યે બની હતી. અલ રશીદ સ્ટ્રીટ પર સેંકડો લોકો રાહત સામગ્રી લેવા માટે ઉભા હતા. ઘટનાસ્થળ પર હાજર લોકો અને અલ જઝીરાના પત્રકારોએ જણાવ્યું કે ઈઝરાયેલની સેના પાસે તમામ પ્રકારના સૈન્ય સાધનો છે. લોકો પર ગોળીબાર ઉપરાંત ડ્રોન મિસાઈલ દ્વારા પણ હુમલા કરવામાં આવ્યા હતા. મૃતકો અને ઘાયલોને રાહત સામગ્રી વહન કરતી એક જ ટ્રકમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

પેલેસ્ટાઈન પ્રશાસને ૨૯ ફેબ્રુઆરીની ઘટનાને ’ક્રૂર હત્યાકાંડ’ ગણાવી હતી. પેલેસ્ટિનિયન ઓથોરિટીના પ્રમુખ મહમૂદ અબ્બાસના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આટલી મોટી સંખ્યામાં નિર્દોષ નાગરિકોની હત્યા એ ઇઝરાયલના આપણી સામે ચાલી રહેલા નરસંહાર યુદ્ધનો એક અભિન્ન ભાગ છે. ઇઝરાયેલ આની સંપૂર્ણ જવાબદારી ઉઠાવે છે અને તેને ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ સમક્ષ દોષિત ઠેરવવામાં આવશે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઉત્તરી ગાઝામાં ઈઝરાયેલના ગોળીબારમાં ઓછામાં ઓછા ૧૧૨ લોકોના મોત થયા છે. ઘણી તસવીરો અને વીડિયો સામે આવ્યા છે, જે અરાજક્તા દર્શાવે છે. હોસ્પિટલના લોર પર લોકોના મૃતદેહો પડેલા જોવા મળે છે. ઘાયલોની લાંબી લાઇનો છે.

ઈઝરાયેલી સેનાએ આ ઘટના પર સ્પષ્ટતા કરી છે કે ટ્રક દ્વારા કચડાઈ જવાને કારણે લોકોના મોત થયા છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર લખ્યું, આજે સવારે માનવતાવાદી સહાયની ટ્રકો ઉત્તરી ગાઝામાં પ્રવેશી હતી. સ્થાનિકોએ ટ્રકોને ઘેરી લીધી હતી અને માલસામાનની લૂંટ ચલાવી હતી. જ્યારે ટ્રકો હંકારી ગયા હતા અને તેમને કચડી નાખ્યા હતા ત્યારે ડઝનેક લોકો માર્યા ગયા હતા અને ઘાયલ થયા હતા.

આ ઘટના બાદ ઈઝરાયલના કબજા હેઠળના પશ્ર્ચિમ કાંઠે બે ઈઝરાયેલના પણ મોત થયા છે. ઈઝરાયેલી સેનાએ કહ્યું કે હુમલાખોરો પણ માર્યા ગયા છે. ગયા મહિને ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસએ ઈઝરાયલને ગાઝાને પૂરતી માનવતાવાદી સહાય સુનિશ્ર્ચિત કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે આઇસીજેના આદેશ છતાં માનવતાવાદી સહાયમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. જાન્યુઆરીની સરખામણીમાં ફેબ્રુઆરીમાં તે ઘટીને અડધો થઈ ગયો હતો.