અપડેટ@દેશ: હમાસનો ખાતમો કરવા ઊતરેલા દેશ પર જોખમ, વિસ્તાર ખાલી કરી દેવા આદેશ

  • ઈઝરાયેલની ઉત્તર સીમા સૌથી વધુ સંવેદનશીલ
 
અપડેટ@દેશ: હમાસનો ખાતમો કરવા ઊતરેલા દેશ પર જોખમ, વિસ્તાર ખાલી કરી દેવા આદેશ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલી લડાઈને 17 ઑક્ટોબરના રોજ દસ દિવસ પૂરા થઈ રહ્યા છે. ઈઝરાયલે પોતાના સાડા ત્રણ લાખ સૈનિકોને ગાઝા પટ્ટી પર લડાઈ લડવા માટે ઊતારી દીધા છે. ગમે ત્યાં સંઘર્ષ વધી શકે છે. ગાઝાના ઘણા વિસ્તાર પર ઈઝરાયેલે કબજો જમાવી દીધો છે. જેને લઈને સંયુક્ત રાષ્ટ્ર સંઘ સહિત દુનિયાભરની વૈશ્ચિવક સંસ્થાઓ ચિંતામાં છે. આ જંગમાં માત્ર પેલેસ્ટાઈનનું નુકસાન નથી. ઈઝરાયેલનું પણ મોટું નુકસાન છે. આવનારા દિવસોમાં સ્થિતિ આવી જ રહી તો મોટી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.

એક તરફ ઈઝરાયેલ ગાઝાનો ખાતમો કરવા માટે તૈયાર છે તો બીજી તરફ લેબેનન તરફથી હિજબુલ્લાહ પણ એની ઉત્તરની સીમાને નિશાન બનાવી શકે છે. એટલે યુદ્ધના વલણ સ્પષ્ટ કરીને ઈઝરાયેલ ખુદ ઘેરાવમાં આવી ચૂક્યો છે. આવી સ્થિતનો ઉકેલ લાવવા માટે ઈઝરાયેલે એક બેકઅપ પ્લાન બનાવવાનો શરૂ કરી દીધો છે. લેબેનન તરફથી જોખમને ધ્યાને લેતા ઉત્તરી સીમા તરફ ઘણા વિસ્તારને ઈઝરાયેલ ઓથોરિટી એ ખાલી કરાવી દીધા છે. જ્યાં હાલમાં લોકો નિવાસ કરી રહ્યા છે એ વિસ્તારને પણ ખાલી કરાવી દેવા આદેશ આપી દેવાયા છે. લેબેનન બોર્ડર પાસે આશરે 2 કિમી સુધીના વિસ્તારમાં રહેતા લોકોને ઘર ખાલી કરીને જતા રહેવાના આદેશ આપી દીધા છે.

ઘણા લાંબા સમયથી આ વિસ્તાર હિજબુલ્લાહના રડારમાં છે. આ પહેલા પણ હિજબુલ્લાહ અને ઈઝરાયેલ વચ્ચે જંગ થઈ ચૂકી છે. રવિવારે પણ હિજબુલ્લાએ ઈઝરાયેલ તરફ એક મિસાઈલ સેટ કરી દીધી હતી. જેને ફાયર કરતા એક નાગરિકનું મોત નીપજ્યું હતું. ઈઝરાયેલ પર ફાયર કરવા માટે જે મિસાઈલ સેટ કરવામાં આવી હતી એ બોર્ડર નજીક આવતા જ બ્લાસ્ટ થઈ હતી. જેમાં એક પત્રકારનું મોત થયું હતું. જેનું નામ ઈસામ અબ્દલ્લાહ હતું. જે વીડિયો ન્યૂઝ બનાવતો હતો. આ હુમલામાં આંતરરાષ્ટ્રી સમચારા આપતી એજન્સીના છ પત્રકારોને ગંભીર ઈજા પહોંચી હતી. લેબેનનના રાષ્ટ્રપતિ ગિલાર્ડ એર્ડાને કહ્યું હતું કે, તમે જાણો છો કે, અમે ક્યારેય મીડિયાને ટાર્ગેટ નથી કરતા. અમે યુદ્ધમાં હતા અને યુદ્ધમાં આવું ભૂલથી થઈ ગયું છે.