અપડેટ@દેશ: જાન્યુઆરી 2024માં યોજાયેલી વાઈબ્રન્ટ સમિટની આ 10મી આવૃત્તિમાં રેકોર્ડબ્રેક MOU થયા

એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
 
અપડેટ@દેશ: જાન્યુઆરી 2024માં યોજાયેલી વાઈબ્રન્ટ સમિટની આ 10મી આવૃત્તિમાં રેકોર્ડબ્રેક MOU થયા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

જાન્યુઆરી 2024માં યોજાયેલી વાઈબ્રન્ટ સમિટની આ 10મી આવૃત્તિમાં રેકોર્ડબ્રેક MOU થયા છે. ગુજરાતે રૂ.45 લાખ કરોડથી વધુના રોકાણ માટે કુલ 98,540 પ્રોજેક્ટ માટે એમઓયુની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે tweet કરીને આ જાણકારી આપી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024એ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. વર્ષ 2022માં કોરોના મહામારીને કારણે મુલતવી રાખવામાં આવેલી વાઈબ્રન્ટ સમિટમાં 57, 241 પ્રોજેક્ટ્સમાં 18.87 લાખ કરોડ રૂપિયાના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

તો જાન્યુઆરી 2024માં યોજાયેલી વાઈબ્રન્ટ સમિટની આ 10મી આવૃત્તિમાં 41,299 પ્રોજેક્ટ્સમાં રૂ. 26.33 લાખ કરોડના રોકાણ માટે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ રીતે ગુજરાતે રૂ. 45 લાખ કરોડથી વધુના રોકાણ માટે કુલ 98,540 પ્રોજેક્ટ માટે એમઓયુની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.