અપડેટ@દેશ: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પશ્ચિમી દેશો પર ભડક્યા, જાણો વધુ વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર કેટલાક બનાવ જોવા મળતા હોય છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ફરી એકવાર અમેરિકા અને પશ્ચિમી દેશો પર ભડક્યા છે. તેમણે યુરોપને પરમાણુ યુદ્ધની ધમકી આપી દીધી. સાથે જ યુક્રેનને મદદ પર અત્યંત ખરાબ પરિણામ ભોગવવાની ચેતવણી આપી.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ફરી એકવાર પશ્ચિમી દેશોને ખુલ્લી ચેતવણી આપી છે. પુતિન પોતાના સંબોધનમાં અમેરિકા પર તો બગડ્યા.
પરંતુ સાથે સાથે યુરોપને પણ આડેહાથ લીધું. તેમણે ધમકીભર્યા સ્વરે કીધું કે, રૂસી સંઘમાં પશ્ચિમી દેશોનો હસ્તક્ષેપ યથાવત રહ્યો, તો એવા હાલ કરીશું જે પાછલા યુગોથી પણ વધુ ભયાનક હશે. રશિયા પરમાણું હથિયારનો ઉપયોગ કરતા પણ નહીં ખચકાય.
પુતિને ફેડરલ એસેમ્બલીને સંબોધતા આક્ષેપ કર્યો કે, પશ્ચિમી દેશોની આદત વિશ્વને ભડકાવવાની રહી છે, તેઓ સતત વૈશ્વિક સંઘર્ષને વધારી રહ્યા છે. તેમનો ઉદ્દેશ અમારો વિકાસ રોકવાથી પણ મોટો છે. પુતિને જાહેરાત કરી કે રશિયાના સશસ્ત્ર બળને વધુ મજબૂત કરાશે. સાથે જ આકરા શબ્દોમાં સંદેશ આપ્યો કે, વિરોધીઓએ યાદ રાખવું જોઈએ કે, તેમની પાસે તમામ લક્ષ્ય ભેદતા સક્ષમ હથિયારો છે.
પુતિને યુરોપ ઉપરાંત અમેરિકા પર જુઠ્ઠાણું ફેલાવવાનો પણ આરોપ મુક્યો. પુતિને કહ્યું કે, અમેરિકા એવી ખોટી વાત ફેલાવે છે કે, રશિયાએ અંતરીક્ષમાં પરમાણુ હથિયાર તૈનાત કર્યા છે. અમેરિકા વાતચીત માટેનું દબાણ વધારવા આવા ખોટા સમાચાર વહેતા કરે છે. પરંતુ તેમણે યાદ રાખે કે, રશિયા પોતાની શરતો પર જ વાતચીત માટે તૈયાર થશે.
ફેડરલ એસેમ્બલીને પુતિનનું સંબોધન અત્યંત મહત્વનું માનવામાં આવી રહ્યું છે. તેમા પણ પુતિને આપેલી ચેતવણીએ યુરોપની સાથે સાથે વિશ્વભરની ચિંતા વધારી દીધી છે. જોકે આ યુદ્ધનો અંત ક્યારે આવશે તે એક મોટો સવાલ બની ગયો છે.