અપડેટ@દેશ: TDP ચીફ ચંદ્રબાબૂ નાયડૂ ધરપકડ કરવામાં આવી,ACBની એક કોર્ટ સમક્ષ રજૂ

બસમાં સુવા ગયા અને થઈ ધરપકડ
 
અપડેટ@દેશ: TDP ચીફ ચંદ્રબાબૂ નાયડૂ ધરપકડ કરવામાં આવી,ACBની એક કોર્ટ સમક્ષ રજૂ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

ચંદ્રબાબૂ નાયડૂને ભ્રષ્ટાચારના કેસમાં 14 દિવસના જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા .તેમની ધરપકડ કરવામાં આવ્યાને એક દિવસ બાદ રવિવારે સવારે ACBની એક કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા. વિજયવાડાની સ્થાનિક કોર્ટે કૌશલ વિકાસ નિગમ કૌભાંડ મામલામાં TDP પ્રમુખને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય આપ્યો છે.

TDPના સીનિયર નેતા અને પાર્ટી કાર્યકર્તાએ ચુકાદો સાંભળવા માટે અદાલત પરિસરમાં એકઠા થયા હતા. સુપ્રીમ કોર્ટના વકીલ સિદ્ધાર્થ લૂથરા અને વકીલોનું એક દળ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી નાયડૂનું પ્રતિનિધિત્વ કરે છે.

ચંદ્રબાબૂ નાયડૂને શનિવારે મોડી રાત્રે લગભગ 3 વાગ્યેને 40 મિનિટે મેડિકલ તપાસ માટે વિજયવાડાની સરસકારી જનરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ પહેલા તેમની કુંચનપલ્લી સ્થિત CIDના વિશેષ તપાસ દળ કાર્યાલયમાં લગભગ 10 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં લગભગ 50 મિનિટ સુધી થયેલી તપાસ બાદ નાયડૂને પરત SIT કાર્યાલય લઈ જવાયા હતા.

પુત્ર અને પત્ની રાહ જોતા રહ્યા
TDP પ્રવક્તા પટ્ટાભિ રામ કોમારેડ્ડીએ કહ્યું કે- પાર્ટી પ્રમુખના પુત્ર નારા લોકેશ તેમના પત્ની નારા ભુવનેશ્વરી અને અન્ય લોકો ACB કોર્ટમાં રાહ જોતા રહ્યાં હતા. કોમારેડ્ડીએ કહ્યું- અમે વિચાર્યું હતું કે નાયડૂને કોર્ટમાં લઈ જવાશે પરંતુ તેઓ તેમણે પરત SIT કાર્યાલય લઈ ગયા. લોકેશ અને ભુવનેશ્વરી કોર્ટમાં રાહ જોતા હતા પરંતુ અચાનક કાફલો SIT કાર્યાલય તરફ વળી ગયો. જેને લઈને અમને શંકા થવા લાગી કે આવું કેમ કરવામાં આવ્યું.

બસમાં સુવા ગયા અને થઈ ધરપકડ
CIDએ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીની શનિવારે સવારે લગભગ 6 વાગ્યે નંદયાલ શહેરના જ્ઞાનપુરમ સ્થિત આરકે ફંકશન હોલની બહારથી ધરપકડ કરી હતી. નાયડૂની તે સમયે ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે તેઓ તમામ સુવિધાઓથી સજ્જ પોતાની બસમાં સૂઈ રહ્યાં હતા. આંધ્રપ્રદેશ પોલીસે કૌશલ વિકાસ નિગમ કૌભાંડમાં નાયડૂને શનિવારે મુખ્ય ષડયંત્રકારી ગણાવ્યા હતા. એવો આરોપ છે કે આ કૌભાંડથી રાજ્ય સરકારને 300 કરોડ રુપિયાનું નુકસાન થયું છે. TDPએ નાયડૂની ધરપકડના વિરોધમાં રવિવારે આખા આંધ્રપ્રદેશમાં સામૂહિક ભૂખ હડતાળ કરવાનો નિર્ણય લીધો હતો.