અપડેટ@દેશ: કોરોના વેક્સિન Covaxin લોન્ચ થવા મામલે શું કહ્યુ ભારત બાયોટેકે ?

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે ભારત બાયોટેકે કોરોના વેક્સિનને લઇ મોટી જાહેરાત કરી છે. ભારત બાયોટેકે આશા વ્યક્ત કરી છે કે, તે જૂન 2021 સુધી Covaxin માટે રેગુરેલટરી અપ્રુવલ માટે એપ્લાય કરશે. કંપનીના જણાવ્યા મુજબ દેશમાં કોરોના વેક્સીનને લઇને જે ટ્રાયલ કરવામાં આવ્યું હતું. તેનો ડેટા નિકાળવામાં ઓછામાં ઓછા 6 મહિનાનો સમય લાગશે. મીડિયાથી વાત
 
અપડેટ@દેશ: કોરોના વેક્સિન Covaxin લોન્ચ થવા મામલે શું કહ્યુ ભારત બાયોટેકે ?

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે ભારત બાયોટેકે કોરોના વેક્સિનને લઇ મોટી જાહેરાત કરી છે. ભારત બાયોટેકે આશા વ્યક્ત કરી છે કે, તે જૂન 2021 સુધી Covaxin માટે રેગુરેલટરી અપ્રુવલ માટે એપ્લાય કરશે. કંપનીના જણાવ્યા મુજબ દેશમાં કોરોના વેક્સીનને લઇને જે ટ્રાયલ કરવામાં આવ્યું હતું. તેનો ડેટા નિકાળવામાં ઓછામાં ઓછા 6 મહિનાનો સમય લાગશે. મીડિયાથી વાત કરતા ભારત બાયોટેકના એક્સ્ઝીક્યૂટિવ ડાયરેક્ટ સાઇ પ્રસાદે કહ્યું કે Covaxinનો ફેઝ 1-2 ક્લિનિકલ ટ્રાયલ પુરૂ થઇ ચૂક્યું છે. તેમણે કહ્યું કે, જલ્દી જ 26 હજારથી વધુ લોકો પર ટ્રાયલનું ત્રીજું ચરણ શરૂ થયું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભારત બાયોટેકના સાઈ પ્રસાદે કહ્યું કે, કંપનીએ કોરોના વાયરસ રસી પર 400 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે, જેમાંથી મહત્તમ ખર્ચ તેની પરીક્ષણો પર ખર્ચવામાં આવ્યા છે. પ્રસાદે કહ્યું કે કોરોના રસીને તાત્કાલિક મંજૂરી આપવી અમારા હાથમાં નથી. ભારતના ડ્રગ નિયંત્રકો પાસે તમામ ડેટા ઉપલબ્ધ છે. તે આ મામલે પળેપળની માહિતી પર નજર રાખી રહ્યા છે. અને તે ઇચ્છે તો તેને ઇમરજન્સી અપ્રૂવલ પણ આપી શકે છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર તરફથી એવો સંકેત મળ્યો છે કે કેટલાક ઉદ્યોગોને જરૂર પડે તો સીધી રસી ખરીદી શકે છે. તેથી સરકારે આવા મુદ્દાઓ પર નિર્ણય લેશે.

આ સાથે તેમને ઉમેર્યુ હતુ કે, ભારતની વસ્તીને જોતાં, અહીં મોટી સંખ્યામાં ટ્રાયલ જરૂરી છે. તેમણે કહ્યું કે, આપણી જેમ જ અન્ય દેશ પણ મોટા પાયે વેક્સીનનું ટ્રાયલ કરી રહ્યા છે. સલામત રસી એ આપણા બધા માટે સૌથી મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે, જો કંપની ફેઝ 3 ટ્રાયલ પૂર્ણ થવાની રાહ જોશે તો, અંતિમ લાઇસન્સ આવતા વર્ષના બીજા ક્વાર્ટર સુધીમાં આવી શકે છે. ઈન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) ના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિરોલોજીના સહયોગથી વિકસિત, કોવાક્સિન એક રસી છે જે શક્તિશાળી રોગપ્રતિકારક સિસ્ટમ વિકસાવવા માટે કોવિડ -19 વાયરસના શરીરમાં ‘મરેલા વિષાણુઓ’ શરીરમાં લગાવે છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પણ કોવિશેલ્ડ નામની કોરોના વાયરસની રસી બનાવી રહી છે.