અપડેટ@દેશ: વરસાદ બાદ થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 165 થયો, જાણો વધુ

 220થી વધુ લોકો ગુમ 
 
 અપડેટ@દેશ: વરસાદ બાદ થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 165 થયો, જાણો વધુ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. કેરળના વાયનાડમાં ભારે વરસાદ બાદ થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 165 પર પહોંચી ગયો છે. 131 લોકો હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે 220થી વધુ લોકો ગુમ છે. સોમવારે મોડી રાત્રે મુંડક્કાઈ, ચુરામાલા, અટ્ટમાલા અને નૂલપ્પુઝા ગામમાં ભૂસ્ખલન થયું હતું. મકાન, પુલ, રસ્તા અને વાહનો ધોવાઈ ગયા હતા.

આર્મી, એરફોર્સ, SDRF અને NDRFની ટીમ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કાર્યમાં લાગેલી છે. મોડી રાત સુધી 1 હજાર લોકોને બચાવી લેવાયા, 3 હજાર લોકોને રિહેબ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે.

આજે બચાવનો બીજો દિવસ છે. હવામાન વિભાગે આજે પણ વાયનાડ સહિત 5 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જેના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી શકે છે.